બાળકો માટે ગુજરાતી વાર્તા | Gujarati Stories For Kids [New]

બાળકો માટે ગુજરાતી વાર્તા | Gujarati Stories For Kids

શું તમે ગુજરાતીમાં બાળકો માટે ગુજરાતી વાર્તા શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ મજાની બાળકો માટે 4 વાર્તા ગુજરાતીમાં રજુ કરી છે અને છેલ્લે Short Stories For Kids In Gujarati ની PDF પણ Download કરી શકશો.

બાળકો માટે ગુજરાતી વાર્તા

અહીં બાળકો માટે ગુજરાતી વાર્તા રજુ કરી છે જે સરળ ભાષા અને સરળ શબ્દોમાં છે.

ગુજરાતી વાર્તા [1] : પોપટની પ્રભુભક્તિ

પિંજરામાં એક પોપટ હતો. એના માલિકે એને ઘણું જ બોલતા શીખવી દીધું હતું. જ્યારે પણ કોઈ માલિકને ત્યાં મહેમાન થઈ આવે, તો પોપટ એમનો આવકાર “પધારો મોંઘેરા મહેમાન " એની મીઠી વાણીથી કહી કરતો. જે કોઈ પધારતું તેનું દીલ પોપટ હરી લેતો. આ પોપટ માલિકના મહેલમાં છેલ્લા દસ વર્ષથી હતો. છતાં,પિંજરા બહાર એનું જીવન કદી પણ ન ગયું. પોપટ આમ ભલે અન્યને ખુશી આપતો પણ એના હૈયાની ઉંડાણમાં એ ઘણો દુઃખી હતો. એ ઘણીવાર વિચારતો કે ક્યારે આ કેદરૂપી દુનિયાથી છુટકારો મળશે ? અને, ક્યારે આકાશે ઉડી એની મઝા માણું ?

પોપટ જ્યારે જ્યારે એકાંતમાં આવા વિચારોમાં પડતો ત્યારે ત્યારે એને જંગલમાં કેવી રીતે પારધીએ કેદ તેનું યાદ કરતો. એ એની પત્ની સાથે આનંદભર્યું જીવન નિભાવતો હતો અને એને સંતાનરૂપે બે નાના પોપટબાળ હતા. એક વાર ખોરાકની શોધમાં એ એની હદ બહાર ઉડી ગયો અને જાળમાં પકડાઈ ગયો હતો. જ્યારે એ જાળમાં રૂદન કરી રહ્યો હતો ત્યારે પાધરીના ચહેરા પર ખુશીભર્યું હાસ્ય હતું... એ દ્રશ્ય એને ફરી ફરી યાદ આવતું હતું.

આવા વિચારો સાથે, એક દિવસ પોપટને બજારમાં ગાળેલા દિવસો યાદ આવ્યા હતા. એક દિવસ એક શેઠ બજારમાં આવ્યા હતા. એની સુંદર કાયા નિહાળી એ ઘણાં જ મોહીત થઈ એની ખરીદી કરી હતી. એ ખરીદી કર્યા બાદ, દસ વર્ષ પહેલા, શેઠ એને પ્રથમવાર મહેલમાં લાવેલા. મહેલમાં આવ્યા બાદ પિંજરામાં એનું જીવન વહેતું ગયું. સમયસર ખાવાનું મળતું હતું. માલિક એની સાથે પ્રેમથી વાતો પણ કરતો અને ઘણી જ સંભાળા લેતો. ધીરે ધીરે શેઠે એને માનવભાષા પણ શીખવી દીધી હતી. બધી જ રીતે પોપટને સુખ હતું. છતાં,પિંજરનું જીવન એટલે કેદખાનું ! આજ પોપટ હૈયે ઝંખના હતી !

માલિકની ઈચ્છા પ્રમાણે, પોપટે બોલવાનું શીખી મહેમાનોને આવકાર આપવાનું કાર્ય અનેક વર્ષોથી વફાદારી સાથે કરતો રહ્યો. મહેમાનોને ખુશ કરવા એ જાણે એનું ધર્મ-કર્તવ્ય થઈ ગયું. રોજના ક્રમ પ્રમાણે બધું જ સમયના વહેણમાં વહેતું હતું. કિન્તુ, આજે પ્રથમવાર વિચારોમાં પડતાં એ એના ભુતકાળને, એના પુર્વજન્મને નિહાળતો હતો. પુર્વજન્મે એ પણ એક માનવી હતો.ઘણી જ અમીરી હતી, તેમ છ્તાં

અન્ય પાસે છીનવી વધું અને વધું મેળવવાની વૃતિ હતી. એણે અનેક માનવીઓને દુઃખ પહોંચાડયું હતું. એ બધું જ યાદ આવ્યું. આવી યાદ સાથે પોપટને આ જીવનની પિંજરનૉ કેદ ગમવા લાગી. એને થયું કે માનવજીવને એણે અનેક અવગુણો કર્યા હતા છતાં પ્રભુએ આ જીવને કેટલું બધું સુખ આપ્યું છે. એના હૈયે હવે સંતોષ હતો. એ તો” જય સીયારામ, જય સીયારામ " બોલી પ્રભુસ્મરણ કરવા લાગ્યો.

માલિકના મહેલમાં પોપટ હવે ઘણો જ ખુશ હતો. એણે એના મનમાં પ્રભુનું સ્મરણ ચાલું રાખ્યું. એવા સ્મરણ સાથે એ એની મીઠી વાણીમાં માલિકને “જય સીયારામ, જય સીયારામ ” કહેતો ત્યારે માલિક પણ ઘણાં જ ખુશ થતા.માલિક પણ પ્રભુભક્તિ રંગે રંગાવા લાગ્યો. પોપટ તો મહેમાનોને પણ " જય સીયારામ, જય સીયારામ " શબ્દોથી આવકાર આપવા લાગ્યો. મહેમાનો પણ ખુશ થતા અને કોઈકે તો પ્રભુપંથ પણ અપનાવ્યો.

અનેક વર્ષો રહ્યા બાદ, માલિકના મહેલમાં પોપટને ઘડપણ આવ્યું. એક દિવસ માલિકે એની વફાદારી અને આપેલ આનંદને ધ્યાનમાં લઈ, પ્રભુપ્રેરણાથી, પિંજરાના દ્વાર ખુલ્લા કર્યા, છતાં પોપટ તો પિંજરામાં બેસી રહ્યો. ઉડી ભાગી જવાની એની જરા પણ ઈચ્છા ન હતી. તો, માલિકે એને પ્રેમથી કહ્યું " મારા વ્હાલા, જ ઉંડી જા...અને સૌને જય સીયારામ કહેજે,…અને આકાશે ઉડી મળજે તારા ભાંડુઓને "આવા શબ્દોમાં પોપટને એની પત્ની અને સંતાનો યાદ આવ્યાં. એ પિંજરની બહાર નિકળી બોલ્યોઃ “ખુબ ખુબ આભાર, જય સીયારામ ઓ માલિક મારા " આટલા શબ્દો

બોલી એ તો દૂર દૂર આકાશમાં ઊડી ગયો. એના હૈયે એક જ આશા હતી કે ફરી એ એના પરિવારને મળી જીવનના બાકી રહેલા દિવસો એક સાથે ગાળી શકે. પણ, એને ખબર ન હતી કે જે જંગલમાં એ રહેતો એ જંગલ પણ ઘણું જ બદલાય ગયું હતું. એને જ્યારે એવો ખ્યાલ થયો અને થયું કે કદાચ એ એના પરિવારને મળી આ શકે, તો પણ પોપટ એવા વિચારોમાં નારાજ ન હતો કારણ કે હવે એ પ્રભુભક્તિમાં આનંદમય હતો !

ચંદ્રવદન. જુન, ૨૩, ૨૦૦૭ ("વિશ્વનિર્માતા પ્રજપતિના માર્ચ-એપ્રિલ ૨૦૦૮ના અંકમાં પ્રગટ)

ગુજરાતી વાર્તા [2] જ્યાં સંપ ત્યાં જંપ

એક હતો ખેડૂત. તેને પાંચ દીકરા હતા. તે બધા બળવાન અને મહેનતુ હતા. પણ તેઓ અંદરોઅંદર એકબીજા સાથે લડતા-ઝઘડતા રહેતા હતા.

ખેડૂતની ઈચ્છા હતી કે પાંચેય દીકરા ઘરમાં સંપીને શાંતિથી રહે. એટલે તે એમને ખૂબ સમજાવતો. પરંતુ ખેડૂતની સલાહની દીકરાઓ પર કોઈ અસર થતી નહિ. તેથી ખેડૂત હંમેશા ચિંતાતુર રહેતો.

એ રોજ વિચાર કરતો કે આ છોકરા સંપીને રહે તે માટે શું કરવું જોઈએ? એક દિવસ અચાનક તેને ઉકેલ મળી ગયો. તેણે પાંચેય દીકરાને પોતાની પાસે બોલાવી કહ્યું: 'જુઓ આ લાકડાની ભારીમાંથી એક પણ લાકડી કાઢ્યા વિના આખી ભારી તમારામાંથી કોણ તોડી શકે છે?'

ખેડૂતના દરેક દીકરાએ વારાફરતી લાકડાની એ ભારી હાથમાં લીધી. દરેકે તે ભારીને તોડવા બળપૂર્વક ખૂબ પ્રયત્ન કર્યો. પરંતુ એમાંથી કોઈ પણ એ ભારી તોડી ન શક્યો.

પછી પેલા ઘરડા ખેડૂતે કહ્યું: 'ચાલો લાકડાની ભારી છોડી નાખો અને તેની લાકડી એક પછી એક તોડી નાખો.' દરેકે એક પછી એક લાકડી હાથમાં લીધી અને સરળતાથી તોડી બતાવી.

પછી ખેડૂતે સલાહ આપતાં કહ્યું:

'એક એક લાકડી સહેલાઈથી તૂટી ગઈ કેમકે તે મજબૂત નહોતી. પણ એ જ લાકડીઓ જ્યારે ભારીમાં બંધાયેલી હતી ત્યારે ખૂબ જ મજબૂત હતી. તમે પણ પાંચેય જણ સંપથી રહેશો તો મજબૂત બનશો પરંતુ લડી ઝઘડીને અલગ અલગ રહેશો તો કમજોર બની જશો.'

ગુજરાતી વાર્તા [3] : વાંદરો અને મગર

એક નદી કાંઠે જાંબુડાનું મોટું ઝાડ હતું.

જાંબુડાના ઝાડ પર દરરોજ એક વાંદરો જાંબુ ખાવા આવતો. નદીના ઊંડા પાણીમાં એક મોટો મગર રહેતો હતો. વાંદરા અને મગરની ભાઈબંધી થઈ. વાંદરો રોજ રોજ મગરને પાકાં જાંબુ ખવરાવે.

મગર એક વાર થોડાં જાંબુ મગરી માટે લઈ ગયો. મગરીને જાંબુ બહુ ભાવ્યાં. મગરી જાંબુ ખાતાં ખાતાં મગરને કહે - રોજ આવાં મીઠાં જાંબુ ખાનારા વાંદરાનું કાળજું કેવું મીઠું હશે! તમે એને લઈ આવો તો હું તેનું કાળજું ખાઉં!

મગર કહે - તે હવે મારો ભાઈબંધ થયો છે. ભાઈબંધ સાથે મારાથી દગો કેમ થાય?

મગરીએ જીદ કરી કહ્યું- જો તમે કાળજું નહિ લાવી આપો તો હું મારો જીવ આપી દઈશ. નછૂટકે મગર વાંદરાને મગરી પાસે લાવવા તૈયાર થયો. બીજે દિવસે મગર જાંબુના ઝાડ નીચે આવ્યો. વાંદરાએ આપેલા મીઠાં જાંબુ ખાધાં પછી મગર બોલ્યો - વાંદરાભાઈ, મારી મગરી તમને ઘેર જમવા માટે બોલાવે છે. મારી પીઠ પર બેસી જાઓ અને મારા મહેમાન થાઓ.

વાહ! ચાલો, તમારો આટલો પ્રેમ છે તો...ના કેમ પડાય! એમ કહેતો વાંદરો કૂદીને મગરની પીઠ પર બેસી ગયો.

મગર પાણીમાં આગળ સરકવા લાગ્યો. બંને વાતોએ વળગ્યા. અડધે રસ્તે જ ભોળા મગરે મગરીના મનની વાત વાંદરાને કરી દીધી.

મગરની વાત સાંભળી વાંદરાના હોશ ઊડી ગયા. થોડી વારે સ્વસ્થ થતાં મગરીથી બચવાનો ઉપાય શોધી કાઢયો.

વાંદરો કહે - મગરભાઈ! તમે પણ ખરાં છો! તમારે આ વાત મને પહેલેથી જ કહેવી હતીને! મારું કાળજું તો હું ઝાડ પર મૂકીને આવ્યો છું. ચાલો પાછા જઈ કાળજું લઈ આવીએ!

મગર વાંદરાની વાત સાચી માની પાછો કિનારા તરફ વળી ગયો. કિનારો આવતાં વાંદરો એક મોટો કૂદકો મારી ઝાડ પર પહોંચી ગયો. પછી કહે - મૂરખ મગર! કાળજું તે કંઈ ઝાડ પર મુકાતું હશે? તું તો દગાખોર છે! ભાઈબંધને દગો દેવા તૈયાર થયો? જા હવે કદી જાંબુ ખાવા મારી પાસે આવતો નહિ અને મારે પણ જાંબુ ખાવા નથી એમ કહી વાંદરો ત્યાંથી બીજે રહેવા જતો રહ્યો.

ગુજરાતી વાર્તા [4] : ઉંદર અને સિંહ

એક જંગલમાં સિંહ રહેતો હતો.

ઉનાળાના દિવસો હતા. આકરો તાપ હતો. સિંહ ગરમીથી અકળાઈ ગયો હતો. તે

ઝાડના છાંયે બેસી ઊંઘતો હતો. એવામાં એક ઉંદર ત્યાં આવી ચડયો. સિંહને ઊંઘતો જોઈ તે તેના શરીર પર દોડાદોડી કરવા લાગ્યો. તેના શરીર પર તે રમવા લાગ્યો.

ઉંદર સિંહની કેશવાળી પકડી ઝૂલા ખાતો હતો. ત્યાં તેની પૂંછડી સિંહના નાકમાં ભરાઈ. તેથી સિંહની ઊંઘ ઊડી ગઈ. તેણે 'હાક.. છી!' કરી છીંક ખાતાં ખાતાં એક ઉંદરને ભાગતો જોયો. તેણે નાસતા ઉંદરની પૂંછડી પોતાના પંજાથી દબાવી દીધી.

ઉંદર ખૂબ ડરી ગયો. તે કરગરીને બોલ્યો - સિંહદાદા આપ જંગલના રાજા છો. મારો એક ગુનો માફ કરી મને છોડી દો. જરૂર પડશે ત્યારે હું એનો બદલો વાળી આપીશ!

સિંહ એ સાંભળી હસી પડયો અને બોલ્યો- ઉંદરડા! નાનકડા જીવડા જેવો તું વળી મને શી મદદ કરવાનો?

ઉંદરે હાથ જોડી ફરી વિનંતી કરી - સિંહદાદા, એક વખત મને જીવતદાન આપો. તમારો ઉપકાર જિંદગીભર યાદ રાખીશ. આટલું બોલતાં ઉંદરની આંખમાં આંસુ આવી ગયાં. નાનકડા ઉંદરને રડતો જોઈ સિંહને તેની દયા આવી. તેણે ઉંદરને જવા દીધો.

થોડાક દિવસો પછી સિંહને પકડવા શિકારીઓ જંગલમાં ઘૂસી ગયા. તેણે સિંહને પકડવા જાળ પાથરી. પછી જાળને સૂકા પાંદડાંથી ઢાંકી દીધી. સિંહ ત્યાંથી ચાલવા ગયો. પણ તે શિકારીઓએ પાથરેલી જાળમાં ફસાઈ ગયો. શિકારીઓએ તેને જાળમાં બરાબરનો બાંધીને ઝાડની ડાળીએ લટકાવી દીધો. પછી તેઓ તે સિંહને લઈ જવા માટે એક મોટું પાંજરું લેવા ગયા. સિંહે જાળમાંથી છૂટવાં ઘણાં ફાંફાંસe

માર્યાં પણ કંઈ વળ્યું નહિ! થાકીને સિંહે ગર્જના કરવા માંડી.

નાનકડા ઉંદરે સિંહની આ ગર્જનાઓ સાંભળી. તે સિંહનો અવાજ ઓળખી ગયો. તરત જ તે સિંહ પાસે દોડી આવ્યો. આવીને જૂએ તો સિંહદાદા ઝાડ ઉપર જાળમાં બંધાયેલા હતા.

ઉંદર બોલ્યો - સિંહદાદા, ધીરજ રાખજો. શિકારીઓ તમને લેવા આવે તે પહેલાં જ હું જાળ કાપી નાખીશ ને તમને બંધનમાંથી છોડાવી દઈશ! એમ કહી ઉંદર ઝાડ પર સડસડાટ ચડી ગયો. પોતાના તીણા દાંતથી જાળ કાપવા માંડી. કટ … કટ ... કટ...જોતજોતામાં તીણા દાંત વડે આખી જાળ કોતરી કાઢી.

જાળ કપાતાં સિંહ ભફાંગ અવાજ સાથે જમીન પર પડ્યો. છુટકારાનો દમ લેતાં તે બોલ્યો - મિત્ર, તારો ખૂબ આભાર. મેં મારી ખોટી મોટાઈમાં ફુલાઈને તને નાનો માની તારી પરવા કરી ન હતી પણ હવે મને તેનો પસ્તાવો થાય છે.

સિંહની વાત સાંભળી ઉંદરને સંતોષ થયો કે ભલે પોતે નાનો રહ્યો પણ પોતાના પર થયેલા ઉપકારનો બદલો તે બરાબર વાળી શક્યો હતો.

અહીં મૂકવામાં આવેલ તમામ વાર્તા મિત્રો અન્ય બ્લોગ કે વેબસાઈટ પરથી સંકલન કરીને લેવામાં આવેલ છે. તેમાં જ્યાં લેખકના નામ કે શાળાના નામ ઉપલબ્ધ હતા ત્યાં લખેલ છે. આ તમામ વાર્તાના કોપીરાઇટ જે તે લેખકના પોતાના છે. અહીં માત્ર શાળામાં શિક્ષકો-બાળકો વાર્તા કહી શકે તે આશયથી મૂકેલ છે. તેમ છતાં કોઈપણ વ્યક્તિના કોપીરાઇટનો ભંગ થતો જણાય તો મારું ધ્યાન દોરવા વિનંતી.જેતે માહિતીને દૂર કરવામાં આવશે

બાળકો માટે ગુજરાતી વાર્તા PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Gujarati Stories For Kids ની ફ્રી pdf  Download કરી શકો છો.

બાળકો માટે ગુજરાતી વાર્તા વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી બાળકો માટે ગુજરાતી વાર્તાનો વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં બાળકો માટે ગુજરાતી વાર્તા એટલે કે Gujarati Stories For Kids વિશે સંપૂર્ણ વાર્તા આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

New comments are not allowed.
Site is Blocked
Sorry! This site is not available in your country.
Join