સ્વચ્છતા વિશે 10 વાક્ય ગુજરાતી | Swachhata Vishe 10 Vakyo [2024]

સ્વચ્છતા વિશે 10 વાક્ય ગુજરાતી | Swachhata Vishe 10 Vakyo

શું તમે ગુજરાતીમાં સ્વચ્છતા વિશે 10 વાક્યો શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો સ્વચ્છતા વિશે ગુજરાતીમાં 10 વાક્યો રજુ કર્યો છે અને છેલ્લે Swachhata Vishe 10 Vakyo In Gujarati ની PDF પણ Download કરી શકશો.

સ્વચ્છતા વિશે 10 વાક્યો


અહીં ગુજરાતી સ્વચ્છતા વિશે 10 વાક્યો રજુ કર્યો છે જે સરળ ભાષા અને સરળ શબ્દોમાં છે.

નીચે આપેલ સ્વચ્છતા વિશે 10 વાક્યો ગુજરાતીમાં ધોરણ 3 થી 12 માટે ઉપયોગી થશે.

સ્વચ્છતા વિશે ગુજરાતીમાં 10 વાક્યો

  1. સ્વચ્છતા એટલે શરીર, ઘર, અને આસપાસના વાતાવરણને ચોખ્ખું રાખવું.
  2. ભારતીય દર્શન શાસ્ત્રમાં ૫ણ પર્યાવરણ ના તત્વો અને સ્વચ્છતાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. આપણી સંસ્કૃતિમાં કહેવાયું છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા.
  3. સ્વચ્છતાથી રોગો થતા અટકે છે અને સ્વાસ્થ્ય સારું રહે છે.
  4. દરરોજ નહાવું, દાંત સાફ કરવા, અને હાથ ધોવા એ સ્વચ્છતાના મહત્વપૂર્ણ પાસાઓ છે.
  5. ઘર અને આસપાસનો વિસ્તાર કચરો મુક્ત રાખીને સ્વચ્છતા જાળવવી જોઈએ.
  6. ગંદા પાણીનો ભરાવો થવા ન દેવો અને યોગ્ય રીતે ગટર વ્યવસ્થા કરવી જરૂરી છે.
  7. ખુલ્લામાં શૌચ ન કરવું અને જાહેર શૌચાલયોનો ઉપયોગ કરવો જોઈએ.
  8. સ્વચ્છતા માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓમાં ભાગ લેવો જોઈએ.
  9. સ્વચ્છતા એ દરેક નાગરિકનો મૂળભૂત ફરજ છે.
  10. સ્વચ્છ ભારત બનાવવા માટે આપણે સૌએ મળીને પ્રયત્નો કરવા જોઈએ.
સ્વચ્છતા એ દરેક નાગરિકની ફરજ છે. આપણે બધાએ મળીને ભારતને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ.

સ્વચ્છતા વિશે 10 વાક્યો ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી 10 Lines on Swachhata in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

સ્વચ્છતા વિશે 10 વાક્યો ગુજરાતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી સ્વચ્છતા વિશે 10 વાક્યોનો વિડીઓ જોઈ શકો છો.

સ્વચ્છતા ૫ર સુવિચાર અથવા સ્વચ્છતા ના સુત્રો, સ્લોગન

  • જયાં જયાં ગંદકી ત્યાં ત્યાં માંદગી
  • સ્વચ્છ બાળ જય ગોપાળ
  • સ્વચ્છતા આ૫ણું જીવન છે.
  • સ્વચ્છતા અ૫નાવો જીવન બચાવો
  • સ્વચ્છ રહો, સ્વસ્થ રહો.
  • સ્વચ્છ આચાર, રોગ લાચાર.
  • ગંદુ ગામ, રોગનું ઘામ
  • સાંભળો અમારા સૌની અરજ, સ્વચ્છતા છે સહીયારી ફરજ
  • સ્વચ્છતાનો દી૫ પ્રગટાવીએ, ગંદકીના અંઘકારને ભગાવીએ.
  • નગરજનો નમસ્તે, કચરો ન ફેકો રસ્તે
  • ગંદકીને છોડો, સ્વચ્છાને જોડો
  • નિર્મળ જળ હો, નિર્મળ ૫વન હો, હો નિર્મળ જનજીવન. નિર્મળના નિર્મળ થકી નગર બને નંદનવન
  • સૌનો સાથ, ગંદકીનો નાશ
  • જે જગ્યાએ હશે ગંદકી ત્યાં નહી ફળે બંદગી.
  • હૈયે રાખો એક વિચાર…. સ્વચ્છતા એ જ જીવનનો આઘાર.
  • મનની શુઘ્ઘિ માટે મંદીર, તનની શુઘ્ઘિ માટે સંડાસ
  • જે ઘરમાં વા૫રે ડોયો, તેણે રોગ કદી નથી જોયો.
  • ગામની આબરૂ, ઘરે ઘરે જાજરૂ
  • માટીના ઢગલામાં સંતાયો ઉકરડો….. સોનાની કિંમતે અંકાયો ઉકરડો.

સ્વચ્છતા વિશે પંક્તિ ગુજરાતી

  • સ્વચ્છ ગામ આરોગ્ય નું ધામ.
  • જ્યાં સ્વચ્છતા ત્યાં તંદુરસ્તી . સ્વચ્છ ગામ આરોગ્ય નું ધામ
  • સ્વચ્છતા એ તંદુરસ્તી નું પહેલું પગથિયું છે .
  • સ્વચ્છતા છે ભાઈજીવન જયોત,સભાનતાથી સાચવીએ તેનુ પોત
  • ગંદકી એ છે ત્રીજું વિશ્વયુધ્ધ, સ્વચ્છતા જતનથી દેશ રહે સમૃધ્ધ સ્વચ્છતા ઝુંબેશ અપનાવીએ, ગંદકીને જાકારો પરખાવીએ
  • સદા કરો સ્વચ્છતાનું જતન, સદાકાળ સમૃધ્ધ રહે વતન
  • સફાઈ કરે સર્વ આપતિઓને દૂર,સ્વચ્છતા લાવે સર્વ સમૃધ્ધિનું ઘોડાપુર
  • ગંદકી મુકિતને ગણો નહિ વેઠ,સ્વચ્છતા જીવવાનો માર્ગ છે શ્રેષ્ઠ
  • સ્વચ્છ પાણી અને ગામની સફાઈ,એમાં આપણાં સૌની છે ભલાઈ
  • ગંદકીનો થશે વિનાશ,ત્યાં જીવનો થશે ઉજાસ
  • સ્વચ્છતા છે અનમોલ ધારા, રાખશો સ્વચ્છતા થશે અમૃતધામ સ્વચ્છતા અપનાવો, પાણી બચાવો
  • ગંદકી હટાવ,ગુજરાત બચાવ
  • પ્રદૂષિત હવાપ્રદૂષિત પર્યાવરણ,સ્વચ્છ હવા સ્વસ્થ પર્યાવરણ
  • સ્વચ્છતા છે અણમોલ જતન,તેથી થાય જીવનભાર રક્ષણ
  • સ્વચ્છ હવા નિરોગી જીવન,સ્વચ્છ હવા સ્વચ્છ જીવન
  • લાંબુ જીવન ચોખ્ખાઈના પાઠ થકી સ્વચ્છતા જીવનના અંત સુધી
  • ફળિયે ફળિયે સફાઈ થાય,સ્વચ્છતા ના નાં પાઠ ભણાય
  • સ્વચ્છતા અભિયાનનો રથ,ગુજરાતો સાચી પથ
  • સ્વચ્છતાથી ગામ બને સુંદર,વનથી મન સુંદર બને શુધ્ધ પાણી લાવે તંદુરસ્તી તાણી
  • ગંદકીનું નિયંત્રણ,જીવસૃષ્ટિનું સંરક્ષણ જીવનની કરો વિચાર,સ્વચ્છતાનો કરો આચાર
  • જો પર્યાવરણ ને કરીશ પ્રદૂષિત,તો આપણને મળશે અન્ન દૂષિત ચોખ્ખાઈ વિના જીવન ફળ, સ્વચ્છતા અભિયાનથી થાય ખુશ
  • ચોખ્ખાઈ છે તો નૂર છે,બાકી દૂનિયા ધૂળ છે, શેરીએ શેરીએ પડાવો સાદ,સ્વચ્છતા ઝુંબેશમાં જોડાઓ આજ
  • સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન વસે છે,સ્વવચ્છ ગામમાં ઈશ્વર વસે છે.
  • સ્વચ્છતામાં જ પ્રભુતા, ગંદકીમાં જ બિમારીને નિમંત્રણ
  • નીરોગી શરીરમાં નીરોગી મન,સ્વચ્છતા ઝુંબેશમાં સૌ ન તન
  • આવો આપણે સૌ મળી કરીએ સંકલ્પ,ગંદકી કરનારાઓ સામે જેહાદનો સપ.
  • ગામ ની છે એ આબરૂ . જો ઘરે ઘરે હોય જાજરૂ .
  • તન સ્વચ્છ તો મન સ્વચ્છ.
  • જેણે વાપર્યા ડોયો . તને રોગ કદી ન જોયો .
  • જે જગ્યાએ હશે ગંદગી . ત્યાં નહિ ફળે બંદગી.
  • ગંદગી બતાવે . દવાખાના ની સીડી .
  • ગંદકી થી જીવન સુકાય . સ્વચ્છતા થી જીવન લહેરાય.
  • સ્વચ્છતા ત્યાં પ્રભુતા.
  • સ્વચ્છતા માટે પળ ના બગાડો. ગંદગી કરી જીવન ના બગાડો.
  • મારા ઘરે સ્વચ્છતા નો છે તાજ.
  • પહેલું સુખ તે જાતે નર્યા.
  • ચાલો સૌવ ગંદકી નું કરીએ પતન અને આરોગ્ય નું કરીએ જતન

FAQ : સ્વચ્છતા

પ્રશ્ન 1. સ્વચ્છતા એટલે શું?
જવાબ. સ્વચ્છતા એટલે ગંદકી, કચરો અને રોગકારક જીવાણુઓથી મુક્ત રહેવું.

પ્રશ્ન 2. સ્વચ્છતા કેમ મહત્વપૂર્ણ છે? 
જવાબ. સ્વચ્છતા આપણા સ્વાસ્થ્ય, સુખાકારી અને પર્યાવરણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

પ્રશ્ન 3. સ્વચ્છતાના ફાયદા શું છે? 
જવાબ. સ્વચ્છતાથી રોગોનું પ્રમાણ ઘટે છે, આપણું જીવનધોરણ સુધરે છે અને પર્યાવરણ સ્વચ્છ રહે છે.

પ્રશ્ન 4. ઘરમાં સ્વચ્છતા કેવી રીતે જાળવી શકાય? 
 જવાબ. ઘરને નિયમિતપણે સાફ કરવું, કચરો યોગ્ય રીતે નિકાલ કરવો અને પાણીનો બગાડ ન કરવો.

પ્રશ્ન 5. શાળામાં સ્વચ્છતા કેવી રીતે જાળવી શકાય? 
જવાબ. શાળાના પરિસરને સાફ રાખવું, શૌચાલયોનો ઉપયોગ યોગ્ય રીતે કરવો અને શાળાના કચરાનો યોગ્ય નિકાલ કરવો.

પ્રશ્ન 6. સ્વચ્છતા અભિયાનો શું છે? 
જવાબ. સ્વચ્છતા અભિયાનો એ લોકોને સ્વચ્છતાના મહત્વ વિશે શિક્ષિત કરવા અને તેમને સ્વચ્છતા જાળવવા માટે પ્રેરિત કરવા માટે ચલાવવામાં આવે છે.

પ્રશ્ન 7. ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતા સ્વચ્છતા અભિયાનોના નામ શું છે? 
જવાબ. સ્વચ્છ ભારત અભિયાન, ગામડામાં શૌચાલય નિર્માણ અભિયાન, અને નમામી ગંગે અભિયાન.

પ્રશ્ન 8. સ્વચ્છતા માટે આપણે શું કરી શકીએ? 
જવાબ. આપણે આપણા ઘર, શાળા અને સમાજને સ્વચ્છ રાખવા માટે પ્રયત્ન કરી શકીએ છીએ.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં સ્વચ્છતા વિશે 10 વાક્યો એટલે કે 10 Lines on Swachhata in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

New comments are not allowed.
Site is Blocked
Sorry! This site is not available in your country.
Join