સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે નિબંધ ગુજરાતી | Statue of Unity Essay in Gujarati

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે નિબંધ ગુજરાતી | Statue of Unity Essay in Gujarati

શું તમે ગુજરાતીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Statue of Unity Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે નિબંધ

અહીં ગુજરાતી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે એક નિબંધ રજુ કર્યો છે જે 150, 250 શબ્દોમાં છે.

નીચે આપેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે નિબંધ ગુજરાતીમાં 100, 250 શબ્દોમાં નિબંધ ધોરણ 1011 અને 12 માટે ઉપયોગી થશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે ગુજરાતીમાં નિબંધ 

  1. પ્રસ્તાવના
  2. પરિચય
  3. સ્થાન, વિશેષતા અને મહત્વ
  4. નિર્માણ
  5. પર્યટન
  6. ઉપસંહાર
સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતની એકતાના પ્રતિક અને પ્રેરણાપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલ દ્વારા દેશ માટે કરવામાં આવેલ અમુલ્ય કામગીરીની યાદ માટે માનનીય વડાપ્રઘાન નરેન્દ્ર મોદીએ તેમના ગુજરાતના મુખ્યમંત્રી પદના 10મા વર્ષની શરૂઆત પર તા. 7 ઓક્ટોબર 2010ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારક બનાવવાની જાહેરાત કરી હતી. સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. આ પ્રતિમા સરદાર સરોવર બંધની સન્મુખ બંધ સ્થળથી 3.2 કિલોમિટરના અંતરે આવેલી છે.

આ વિરાટ પ્રતિમા ભારતના ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લામાં નર્મદાકિનારે આવેલા કેવડિયા નજીક વિંધ્યાચળ અને સાતપુડા પર્વતની ગિરિમાળાઓની વચ્ચે આવેલ સાધુ બેટ પર તૈયાર કરવામાં આવેલી છે. હજુ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણને માંડ 3 વર્ષ જેટલો જ સમય થયેલ છે તેમ છતાં તે ભારતના સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળોમાં સ્થાન મેળવી લીઘુ છે. 15 માર્ચ 2021 સુધીમાં 50 લાખ કરતાં ૫ણ વઘુ પ્રવાસીઓએ આ સ્મારકની મુલાકાત લીધી હતી

આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ પાછળનો હેતુ સરદાર વલ્લભભાઈ પટેલના એકતા, રાષ્ટ્રવાદ અને સુશાસન જેવા સિદ્ધાંતોથી આવનારી પેઢીને માટે પ્રેરક બનાવવા માટેનો છે.

ભારતની એકતા, અખંડતિતા અને પ્રમાણિકતાના પ્રતીક સમાન આ સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટીની ડિઝાઈન સરદાર સરોવર ડેમની આસપાસના વિસ્તારમાં વસતા આદિવાસી સમુદાયના વિકાસને વેગ મળે એ પ્રકારે તૈયાર કરવામાં આવી છે.સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે સાથે અહીં બીજા ૫ણ ઘણાં બઘા પ્રોજેક્ટ પણ આકાર લઇ રહયા છે, જેમાં ઉત્કૃષ્ટ સ્તરની પ્રવાસન સુવિધાઓ અને ઉત્તમ વાહનવ્યવહાર માટેની માળખાગત સુવિધાઓથી માંડીને આદિજાતિ વિકાસ, તેમના આરોગ્ય અને શિક્ષણ માટે પાયાની સુવિધાઓ સહિતના વિવિધ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

આ૫ણો દેશ ભારત વિવિધતામાં એકતા અને ઘણો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે. તેનાં મૂળ આ૫ણા દેશની મૂળ સંસ્કૃતિ અને ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવનામાં રહેલા છે. અહીના લોકોમાં સમગ્ર વિશ્વ એ મારું કુટુંબ છે એવી ભાવના મૂળથી કેળવાયેલી છે.આ૫ણો દેશ ભારત સ.ને. 1947 જયારે આઝાદ થયો તે વખતે લગભગ ૫૬૨ જેટલાં નાનાં-મોટાં દેશી રજવાડાઓમાં વહેંચાયેલો હતો.

દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ભારતરત્ન સરદાર વલ્લભભાઇ પટેલની સુજ બુજ અને દૃઢ નિશ્ચયબદ્ધતા થકી તેઓએ આ બઘા દેશી રજવાડાંઓને એક તાંતણે બાંધીને ભારતના મુખ્ય પ્રવાહમાં સામેલ કર્યા. તેના પરિણામે જ આજના અખંડ ભારતનું સર્જન શકય બન્યુ છે. તેથી જ સરદાર પટેલનું જીવન દેશની વર્તમાન અને ભાવિ પેઢીઓને માટે હંમેશા પ્રેરણાદાયી બની રહે તે હેતુથી જ એમના ૧૪૩મા જન્મદિન પ્રસંગે તેમના વિશેષ સ્મારક રૂપે એવી વિરાટ પ્રતિમા, ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવેલ છે.

અહી માત્ર ફરવા લાયક સ્થળમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એક જ નથી. તેની સાથે બીજા અનકે નવા પ્રોજેકટ ૫ણ નિર્માણ પામ્યા છે. જે પ્રવાસીઓ માટે ખાસ અકષણનું કેન્દ્ર બન્યા છે. એમાં કેટલાક થીમ આઘારિત ઉઘાનો જેવા કે આરોગ્ય વન, બટર ફલાય ગાર્ડન, કેકટસ ગાર્ડન, એકતા નર્સરી, વિશ્વ વન, વેલી ઓફ ફલાવર્સ, યુનિટી ગ્લો ગાર્ડનનો સમાવેશ થાય છે. આ ઉ૫રાંત જંગલ સફારી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નાઇટ સો ૫ણ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 135 મિટરની ઊંચાઇ પર ૫ર એક સુંદર મજાની વ્યુઈંગ ગેલેરી આવેલી છે. આ ગેલેરી કંઇ નાની નથી. તેમાં જવા માટે લીફટની વ્યવસ્થા કરેલી છે. આ ગેલેરીમાં એક સાથે 200 જેટલા લોકો નયનરમ્ય વિંધ્યાચળ અને સાતપુડાની ગિરિમાળાનો, સરદાર સરોવર ડેમ તથા ગરુડેશ્વર આડબંધનો સુંદર નજારો જોઇ શકે છે. સ્ટેચ્યુની અંદર ઓડિયો વિઝ્યુઅલ સિસ્ટમ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને કાર્યને રસપ્રદ રીતે રજૂ કરાયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લેસર ટેકનોલોજી સાથે તૈયાર કરાયેલો લાઇટ એન્ડ સાઉન્ડ શો ૫ણ ખૂબ જ આકર્ષક છે. આ શો સોમવાર સિવાય દરરોજ સાંજે બતાવવામાં આવે છે.

રંગબેરંગી લેસર લાઈટિંગ સિસ્ટમ સાથે સરદાર પટેલના જીવન અને તેમના સમયના ઈતિહાસ ઉપરાંત સ્વાતંત્ર્ય ચળવળ અને એક રાષ્ટ્ર તરીકે ભારતની અખંડતામાં તેમના અમૂલ્ય યોગદાન વિશે ખૂબ સરસ રજૂઆત સાથે આ લેસર એન્ડ સાઉન્ડ શો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતનું અમૂલ્ય સંભારણું છે. માટે જો તમે સ્ટેચ્યુની મુલાકાત માટે જાઓ તો આ શો જોવાનું ચુકતા નહી નહીતર તમારો પ્રવાસ એળે જશે.

અહી આવેલ વેલી ઓફ ફ્લાવર્સ ૫ણ ખાસ આકષણનું કેન્દ્ર બને છે. જેમાં વિવિઘ જાતના ૨૪,લાખથી ૫ણ વધુ છોડ જોવા મળે છે. વેલી ઓફ ફ્લાવર્સને છોડની જાત વિગેરેના આઘારે પાંચ અલગ અલગ વર્ગમાં વહેંચવામાં આવી છે, જેમાં ગાર્ડન ઓફ સેન્સ એન્ડ પંચતત્ત્વ ગાર્ડન, ગ્રીન એનર્જી એન્ડ અપસાઈક્લિંગ પાર્ક, સરદાર પાર્ક તેમ જ બટરફ્લાય ગાર્ડન અને એડવેન્ચર પાર્કનો સમાવેશ થાય છે.

અહી માત્ર ગાર્ડન જ નથી ૫રંતુ કુદરતી શાનીઘ્યમાં તમારી જાતને મુકી સેલ્ફી લેવા માટે સેલ્ફી પોઈન્ટસ ૫ણ ઊભા કરાયા છે, જેથી આવનાર મુલાકાતીઓ સુંદર યાદોને કંડારીને સાથે લઈ જઈ શકે. બે યોગ્ય જગ્યાએ અને સુંદર રીતે બનાવવામાં આવેલા કમળના તળાવ મુલાકાતીઓના અનુભવમાં અભિવૃદ્ધિ કરે છે.

અહી સરદાર સરોવર ડેમનો નજારો જોવાનો ૫ણ મોકો મળે છે. સરદાર સરોવર ડેમ (163 મિટર) એ ભારતનો ત્રીજો સૌથી ઊંચો બનાવવામાં આવેલો ડેમ છે. સરદાર સરોવર ડેમની સર્વોચ્ચ સપાટી 138.68 મિટર (455 ફૂટ) છે.

જો તો સ્ટેચ્યુની મુલાકાતે ગયા હોય અને સમય હોય તો સાથે સાથે શૂળપાણેશ્વર મંદિરની મુલાકાત ૫ણ લઇ શકો છો. એમ કહેવાય છે કે સરદાર સરોવર ડેમને કારણે મૂળ શૂળપાણેશ્વર મંદિર પાણીમાં ડુબી ગયુ છે.૫રંતુ રાજપીપળા નજીક નવા શૂળપાણેશ્વર મંદિરનું નિર્માણ કરાયું છે. શિવ ભગવાને તેમના ભાલ (કપાળ) પર શૂળ કે ત્રિશૂળ ધારણ કર્યું હોય એવી પ્રતિમાને કારણે તેને શૂળપાણેશ્વર નામ આપવામાં આવ્યું છે. આ મંદિરની મુલાકાત લઇ ભગવાન શીવના દર્શન કરવાનો લ્હાવો ૫ણ લેવા જેવો ખરો.

બે દિવસનો સમય ફાળવી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ ગોઠવવામાં આવે તો એક ખૂબ યાદગાર પ્રવાસનું આયોજન થઇ શકે તેમ છે. ૫રંતુ જો એક જ દિવસમાં પાછા આવાનું વિચારતા હોય તો ૫છી થાકી પાકીને લેઝર શો તેમજ અન્ય કેટલીક મહત્વના પોઇન્ટ જોયા વિના ઘકકો ખાવા જેવુ થશે. આશા રાખુ છુ કે આ બઘી વિગતો જાણીને તમે ૫ણ સ્ટેચયુ ઓફ યુનિટીના પ્રવાસનું આયોજન મનોમન નકકી કરી જ દીઘુ હશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી નિબંધ ગુજરાતી PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Statue of Unity Nibandh in Gujarati ની ફ્રી pdf  Download કરી શકો છો.

સ્ટેચ્યુ ઓફ યુનિટી નિબંધ ગુજરાતી વિડીયો

અહીં નીચે બટન પર ક્લિક કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતી નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે નિબંધ એટલે કે Statue of Unity Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.