શું તમે ગુજરાતીમાં લવ લેટર (પ્રેમ પત્ર) શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ મજાના લવ લેટર (પ્રેમ પત્ર) ગુજરાતીમાં રજુ કર્યો છે અને છેલ્લે Love Lette In Gujarati ની PDF પણ Download કરી શકશો.
ગુજરાતી લવ લેટર (પ્રેમ પત્ર)
અહીં ગુજરાતી લવ લેટર (પ્રેમ પત્ર) વિશે 15+ પત્રો રજુ કર્યો છે જે 100, 150 શબ્દોમાં છે.
લવ લેટર (પ્રેમ પત્ર) ગુજરાતીમાં
આજે સૌથી ખાસ દિવસ છે, અને તું મારી માટે સૌથી વધારે ખાસ છે. સૌથી પહેલા તને પ્રેમભરીને મીઠું હગ. જન્મદિવસની ઢગલો શુભેચ્છાઓ.
આજે તને એક વાત કહેવી છે, લગભગ રોજ એક કહું જ છું, તે છતાં આજે એક ખાસ.
મેં ક્યારેય ધાર્યું નહોતું કે તું મારી આટલી નજીક આવીશ, એના બે કારણ હતા, પહેલું આપણું મળવું શક્ય નહોતું અને બીજું મેં હંમેશા દરવાજા બંધ રાખ્યા હતાં. મને ખબર છે તે પણ કોઈ દિવસ આપણે મળશું એવું ધાર્યું નહીં જ હોય. પણ તે છતાં આપણે મળ્યા, ફક્ત મળ્યા જ નહીં ભળ્યાં, એકબીજામાં એવી રીતે સમાય ગયા છીએ કે જાણે આપણી વચ્ચે વર્ષોથી સંબંધ હોય, અને મજાની એ વાત છે કે જે બીજા કોઈને અનુભૂતિ નથી થતી એ એકબીજા માટે આપણને થાય છે, જાણે શ્વાસ હું અહીંયા લેતો હોવ અને હદય મારુ ત્યાં ધડકતું હોય, આવું કોની સાથે થાય યાર.
આપણો પ્રેમ ખરેખર એક ગજબ છે, એને ઘટના કહું, પરભવનું સગપણ કહું કે પછી મળેલા જીવ કહું, જે પણ હોય, પણ આપણી વચ્ચે એક કોસ્મિક સંબંધ છે, અને એ સંબંધને નામમાં બાંધવું શક્ય નથી, કારણ આજની તારીખમાં મને પ્રેમ શબ્દોનો પન્નો બહુ ટૂંકો લાગે છે.
લખવું તો મને તારા માટે હતું, પણ આપણા વિશે લખાય ગયું. તારા માટે લખવા બેસું તો ઘણું લખાશે, કારણ તારા જેવો પ્રેમ મેં કોઈનામાં નથી જોયો, તું જે રીતે મને પ્રેમ કરે છે, એવું મને કોઈ નો કરી શકે, કોઈ જ નહીં.
મારી માટે તું એકદમ પરફેક્ટ છે. તારા જેટલું રૂપાળું મને કોઈ નથી લાગતું, તારા જેટલું સ્માર્ટ, કેરિંગ, હાર્ડવર્કિંગ કોઈ નથી. તું જે રીતે મારુ ધ્યાન રાખે છે અને પોતાનું અને પોતાના ફેમિલીનું, એ ખરેખર કાબિલે તારીફ છે.
મને હંમેશા લાગ્યું છે અને અત્યારે પણ લાગે છે કે તું એકદમ સર્વાંગ સુંદર છે, બસ આમ જ રહેજે. પકડ મારો હાથ ને સાંભળ મારા હ્નદયનું ગીત,
સુગંધનું સરનામું તું છે,
સુખનું કારણ તું છે,
પ્રેમનો પર્યાય તું છે,
સુંદરતાની માલણ તું છે
મારા પ્રેમનું તારણ તું છે.
તને મળે માગ્યું બધું,
ઈશ્વરની સુંદર કૃતિ તું છે.
[તમારું નામ]
[1] લવ લેટર - પ્રેમ પત્ર
પ્રિય [પ્રેમિકા/પ્રેમીનું નામ],
અને તને ભલે માનવામાં ન આવે, પણ મારી લાઈફની એ છોકરી તું જ છે.
ક્યારેક મને વિચાર આવે છે, કે આપણું મળવું શક્ય કેમ બન્યું. કદાચ મારી અંદરની તને પામવાની પ્રબળ ઇચ્છાએ તને મારી પાસે ખેંચી લીધી.
રોજ તને love you કહેવું જાણે એક નિત્યક્રમ બની ગયો હોય, પણ શું ખરેખર હું તને પ્રેમ કરું છું, એ ગોતવા અને સમજવા જ આજે લખવા બેઠો, અને જેમ જેમ લખતો ગયો એમ એમ તારી નજીક હજી આવતો ગયો.
રોજ તને love you કહેવું જાણે એક નિત્યક્રમ બની ગયો હોય, પણ શું ખરેખર હું તને પ્રેમ કરું છું, એ ગોતવા અને સમજવા જ આજે લખવા બેઠો, અને જેમ જેમ લખતો ગયો એમ એમ તારી નજીક હજી આવતો ગયો.
સાચું છે માણસે પોતાની સાથે બેસવું જોઈએ, શક્ય છે તમને ઘણું નવું જાણવા મળે. આમ તો આપણાં પ્રેમમાં એવું કોઈ નાવીન્ય નથી, જે બીજા કોઈ વચ્ચે ક્યારે હતું નહીં. તો શું છે આપણી વચ્ચે નોખું, આંખોથી થતો સંવાંદ, ફરતી આંગળીઓથી થતો એકરાર કે પછી ભળતાં શ્વાસમા થતો એકાકાર.
તારી ને મારી વચ્ચે કંઈ નવું નથી, પણ હા એ સાંજે તારા દુપટ્ટાએ કરેલો સ્પર્શ નવો છે.
તારો મારો પ્રેમ નોખો નથી, પણ નવો છે.
તારો પ્રેમ,
[તમારું નામ]
[તમારું નામ]
[2] લવ લેટર - પ્રેમ પત્ર
પ્રિય [પ્રેમિકા/પ્રેમીનું નામ],
ખબર નહીં કેમ પણ છેલ્લા કેટલાય દિવસોથી હું દરેક ક્ષણે ફક્ત તારો જ વિચાર કરું છું. હું તને દરેક જગ્યાએ જોઉં છું. આંખો ખુલ્લી હોય કે બંધ, તારો ચહેરો હંમેશા મારી આંખો સામે ફરતો રહે છે.
જે દિવસે હું તને જોઉં છું, તે દિવસે હૃદયને રાહત મળે છે અને આખો દિવસ સારો જાય છે. પણ જે દિવસે તું ન જોવા મળે, તે દિવસે દિલ ઉદાસ થઈ જાય છે અને કોઈ૫ણ કામમાં મન નથી લાગતુ.હું જ્યાં જાઉં છું ત્યાં મારી આંખો તને જ શોધતી રહે છે.
જ્યારે પણ હું તારા વિશે વિચારું છું, ત્યારે મારા ચહેરા પર એક હળવું સ્મિત આવે છે. મારું દિલ અને દિમાગ મારા હાથમાં નથી રહેતું. તારી સાથે હોવાનો અહેસાસ મારા દિલને ખુશ કરે છે.
ક્યારેક કયારેક તને મારી સામે વિચારીને, હું મારી જાત સાથે વાત કરવાનું શરૂ કરી દઉ છું.
દિલ કહે છે કે હમેશા તારી જ વાતો કરૂ અને માત્ર તારા વિશે જ સાંભળું. ૫રંતુ જેવી તું મારા નજીક આવે છે તો અચાનક ગભરાઇ જવાય છે. દિલની ઘડકન તેજ થઇ જાય છે.
એ અહેસાસ હું શબ્દોથી વ્યકત નથી કરી શકતો ૫રંતુ કદાચ એને જ પ્રેમ કહે છે. હું આજે તને કહેવા માંગુ છું કે હું તને સાચા હદયથી પ્રેમ કરૂ છું.
હવે મને એવું લાગવા માંડયુ છે કે જાણે મારી આખી દુનિયા તું જ છો. તારા સિવાય અન્ય કોઇ વિશે વિચારવા ૫ણ મારૂ મન રાજી નથી. એવુ લાગે છે જાણે મારી આખી દુનિયા જાણે તું જ છેે.
હવે બસ એટલું જ કહેવા માંગીશ કે હું તને ખૂબ જ પ્રેમ કરૂ છું. હું જીવનમાં દરેક ક્ષણે તારી સાથે રહીશ અને કોઇ ૫ણ હાલતમાં તારો સાથ નહી છોડીશ. તારી આંખોમાં કયારેય આંસુંનું એક બુંદ ૫ણ નહી ટ૫કવા દઉં અને અતિંમ ક્ષણ સુઘી તને જ પ્રેમ કરીશ.
જો તને મારી કોઇ વાતનું ખોટું લાગ્યુ હોય તો મને માફ કરજે. ૫રંતુ મે માત્ર એ જ લખ્યુ છે જે મારૂં દિલ તારા વિશે વિચારે છે.
I Love You,
તારો પ્રેમ,
[તમારું નામ]
[તમારું નામ]
[3] લવ લેટર - પ્રેમ પત્ર
પ્રિય [પ્રેમિકા/પ્રેમીનું નામ],
જયારે હું તને ૫હેલીવાર મળ્યો હતો. બસ તને જોતો જ રહી ગયો હતો. તારા ચહેરા ૫ર લટકતા વાળ, નમણી આંખો, આછું આછું સ્મિત ભર્યા હોઠ મને આજે ૫ણ યાદ છે. આ૫ણી ૫હેલી મુલાકાતમાં જ મને તારાથી પ્રેમ થઇ ગયો હતો.
હું તને સંતાઇ જોતો, ગભરાતાં ગભરાતાં વાત કરતો, એ કેવો અદભુત અહેસાસ હતો. મને આજે ૫ણ યાદ છે કે મે કેવી હિંમત કરીને તને પ્રપોઝ કર્યો હતો. હવે તું મારી આદત બની ગઇ છે. તારા વિના રહેવાનું તો હું વિચારી ૫ણ નથી શકતો. એવું વિચારતાં ૫ણ ડરથી મારૂ દિલ જોર જોર થી ઘડકવા લાગે છે. હવે તારા વિના રહેવું ખૂબ જ મુશકેલ થઇ ગયુ છે.
તારા વગર કોઇનાથી વાત કરવાનું ૫ણ મન નથી કરતું. મનમાં એવુ થાય છે કે જાણે હરેક ૫ળ તારાથી જ વાત કરતો રહું. સાચું કહું તું મારી જાન બની ગઇ છે.
મને ખબર છે કે હું તારાથી લડતો-ઝગડતો રહું છું. ૫રંતુ આ લડાઇથી હજાર ગણો વઘારે પ્રેમ ૫ણ હું તને જ કરૂ છું.
જયારે તું ગુસ્સે થઇને મારાથી વાત નથી કરતી ત્યારે મારૂ મન કયાંય નથી લાગતું નથી. કંઇ જ ખાવા-પીવાનું મન ૫ણ નથી થતુ. આખી રાત ઉંઘ ૫ણ નથી આવતી. ૫રંતુ જયારે તારાથી વાત થાય છે તો તારો અવાજ સાંભળીને જ મન શાંત થઇ જાય છે. એવો અહેસાસ થાય છે કે હવે કશુ જ નથી જોઇતું. આ અહેસાસ હું શબ્દોથી લખવા માટે અસમર્થ છું.
તું હજી એ નથી જાણતી કે તું મારા માટે કેટલું મહત્વ ઘરાવે છે. તારા માટે હું આખી દુનિયાથી લડી શકું છું. જીવનની દરેક ક્ષણે તારી સાથે ઉભો રહીશ. આ૫ણા બંનેનો એકબીજા ૫ર પુરો હક છે. અને આ હકથી જ હું કહી શકું છું કે તું માત્ર મારી છે અને હું માત્ર તારો છું. હું તારાથી લડાઇ કરૂ કે પ્રેમ કરૂ તું હંમેશા મારી જ રહેશે. અને કદાચ એ કહેવું અને સમજવું મુશ્કેલ છે, કે હું તને કેટલો પ્રેમ કરૂ છું.
મારી એક નાનકડી દુનિયા છે અને આ દુનિયા માં હું રાજા છું અને તું મારી રાણી છે. હું તને વિશ્વાસ આપું છું કે હું તારો સાથ જીવનભર નહી છોડું અને અતિંમ શ્વાસ સુઘી તને જ પ્રેમ કરીશ.
તારો પ્રેમ,
[તમારું નામ]
[તમારું નામ]
[4] લવ લેટર - પ્રેમ પત્ર
પ્રિય [પ્રેમિકા/પ્રેમીનું નામ],
આમ તો મેં કોઈ દિવસ આવું કઈ પણ લખ્યું નથી, આઈ મીન, કોઈને લેટર, લાઈક ધીસ....
ક્યાંક વાંચેલું અને સાંભળેલું છે કે "writing a letter is the best way to express feelings"... પણ કોઈ દિવસ એનું ઈમ્પ્લીમેન્ટેશન નથી કર્યું.
કદાચ થોડુક વીયર્ડ અને ઓલ્ડ fashioned લાગે but I just felt like doing this. અને અત્યારે આ લેટર લખું છું તો ગુજરાતી માં જ લખવાની ઈચ્છા થઇ ગઈ, પણ તને તો ખબર જ હશે ને કે યુઝીંગ પ્યોર ગુજરાતી આપણી જનરેશન માટે એક ડીફીકલ્ટ થિંગ છે...
Ok, back on track આવું તો મારે એક વાત કહેવી છે, જેના માટે જ આ લેટર લખ્યો છે…. એક્ચ્યુલી મને બીજા લોકોની જેમ શાયરી કે પોએમ્સ લખતા નથી ફાવતું, ના તો મારામાં એટલી હિંમત છે કે તારી સાથે ડાયરેક્ટ વાત કરું, ફેસબુક ચોક્કસ છે જ વાત કરવા માટે પણ રીઅલમાં વાત ન કરી શકું અને ફેસબુક પર કરું તો કઈક અજીબ લાગે, અજીબ તો લેટર માં પણ લાગે જ પણ એટલીસ્ટ કઈક નવું તો છે જ ને… અને ફેસબુક ઉપર તો કોઈ પણ વાત કરે, લેટર તો બધા ના જ લખે ને!
આઈ ડોન્ટ નો તને કેવું લાગશે! કદાચ ગુસ્સો આવે, અથવા યુ સ્ટાર્ટ ઇગ્નોરીંગ મી, ઓર યુ જસ્ટ ડોન્ટ કેર અબાઉટ એનીથિંગ ઓર…..આઈ ડોન્ટ નો! બટ મારે જે કહેવું છે એ આજે બસ કહી જ દેવું છે. કદાચ તને ખબર હશે, કે નહિ પણ ખબર હોય, પણ આઈ નેવર મિસ અ ચાન્સ ટુ લુક એટ યુ એટ રેન્ડમ મોમેન્ટ્સ ઇન ક્લાસ ડ્યુરીંગ લેક્ચર્સ. અને એમાં પણ જયારે તારી સાથે નજર મળી જાય છે એ વખતે ઓકવર્ડ ફિલ થાય છે, અચાનક કોઈક ધ્રુજારી ફિલ થાય છે, પણ એ ધ્રુજારી મને ગમે એવી હોય છે. હોઈ શકે તારી નજર બસ એમ જ મારી બાજુ ગઈ હોય બટ ફોર મી એ કોઈ સેલિબ્રેશનની મોમેન્ટ થી ઓછું નથી હોતું...
ક્લાસમાં એન્ટર થતા જ મારી નજર સૌથી પહેલા તને શોધે છે, હોઈ શકે મારી આંખો માટે તું કોઈ મેગ્નેટ જેવું તત્વ હોય! પણ કદાચ એ તત્વ મારા મુડ માટે નેસેસરી હશે એવું લાગ્યું મને, કેમ કે જયારે તું એબ્સન્ટ હોય ત્યારે અસર સીધી મુડ ઉપર જ થાય છે, અને એ અસર સારી તો નથી જ હોતી. મારા માટે આ ફીલિંગ નવી જ છે પણ મને એ ફીલિન્ગ નું નામ ચોક્કસ ખબર છે. મોટાઓ કહેતા હોય છે કે આ ઉંમરમાં બધું લાગે આવું, ટેમ્પરરી હોય છે, પણ પર્મનેન્ટ કરવું તો આપણા જ હાથ માં હોય છે ને!
કેટલીક વાર તું સ્માઈલ આપે છે ત્યારે મને પેલો મેસેજ યાદ આવી જાય છે કે આ હસીને જુએ છે કે જોઇને હસે છે?! ઓકે, થીસ વોઝ આઉટ ઓફ લાઈન પણ એ સ્માઈલનું સિક્રેટ રીવીલ તો નથી જ થતું…. whatever! કઈ રીતે કહું એ સમજાતું નથી, બટ આઈ લાઈક યોર સ્માઈલ એન્ડ આઈઝ એન્ડ… એવરીથીંગ. સોરી, પણ મને કોઈ વિશ્લેષણ વગેરે યુઝ કરતા ફાવ્યું નહિ તો ડાયરેક્ટ જ લખી દીધું. પણ ટ્રુથ તો એજ છે that I Like You.
તારો રિસ્પોન્સ જાણવો તો છે જ પણ કદાચ એ ફેસ કરી શકીશ કે નહિ એ મને નથી ખબર. તો બસ અત્યારે આટલું જ લખું છું, હોપ કે આ લેટર તારા જ હાથ માં આવે....
તારો,
[તમારું નામ]
[તમારું નામ]
[5] લવ લેટર - પ્રેમ પત્ર
સ્ત્રી ને પુરુષનો સંબંધ હંમેશા એક કોયડો રહ્યો છે. ક્યારેક મીઠો મધુરો, કડવો, તીખો, તૂરો, બદમિજાજી, તો ક્યારેક ઋજુ આંખોમાં, હાથોમાં, શરીરથી પાંગરતો સંબંધ. હર એક વ્યક્તિ-વ્યક્તિએ આ સંબંધની પરિભાષા બદલાય છે, ને સમય સાથે એ પણ સમજાયું છે કે વિતતા સમયની સાથે એકજ વ્યક્તિ માટે ની વ્યાખ્યા પણ બદલાય છે.
જે સંબંધ ક્યારેય પ્રેમ હતો જ નહિ, ફક્ત શબ્દોની, ફૂલોના માળાની હેરફેર હતી, એ કદાચ ગાઢ-ઉત્કટ પ્રેમમાં પરિણમે, ને ક્યારેક એનાથી ઊલટું બને, એક ગાઢ પ્રેમ પણ કજોડામાં પરિણમતા હોય છે હોં.
ઘણી વખત એવો એહસાસ થયો છે, કે લાગણીની અભિવ્યક્તિ, બાજી હારતા બચાવી લે છે, જો એમ થતું હોય તો શું કામ નહિ અભિવ્યક્ત કરવું. મારો એક જ સવાલ છે, જો માથું દુખતું હોય તો આપણે એક એનાસીન, મેટાસીન કે ક્રોસીન લઈએ છીએ કે નહિ, તો પછી શું કામ નહિ લાગણીને અભિવ્યક્ત કરી સંબંધને દવા આપીએ. હા પણ જ્યાં લાગણીજ નથી ત્યાં કાઈ નથી થઇ શકતું, કારણ જબરજસ્તીની લાગણી પેદા કરવી લગભગ અશક્ય છે.
પણ આ સત્ય હોય કે આભાસ હોય જે હોય તે મને ખુબ ગમે છે. કારણકે એમાં સમગ્ર પણે તું જ ઓત પ્રોત છે. લોકો કહે છે કે નિદ્રા તો કુદરત નું અનુપમ વરદાન છે.અનિદ્રા રોગ છે, મને જો તારી યાદ ની હુંફ મળતી હોય તો મારે મન અનિદ્રા તો રોગ પણ યોગ છે.
ઘણી વખત એવો એહસાસ થયો છે, કે લાગણીની અભિવ્યક્તિ, બાજી હારતા બચાવી લે છે, જો એમ થતું હોય તો શું કામ નહિ અભિવ્યક્ત કરવું. મારો એક જ સવાલ છે, જો માથું દુખતું હોય તો આપણે એક એનાસીન, મેટાસીન કે ક્રોસીન લઈએ છીએ કે નહિ, તો પછી શું કામ નહિ લાગણીને અભિવ્યક્ત કરી સંબંધને દવા આપીએ. હા પણ જ્યાં લાગણીજ નથી ત્યાં કાઈ નથી થઇ શકતું, કારણ જબરજસ્તીની લાગણી પેદા કરવી લગભગ અશક્ય છે.
લાગણી તો એક હમણાંજ વાવેલા છોડ જેમ હોય છે, જેને ઉગતા વાર લાગે છે, વાવેલો છોડ ધીરે ધીરે પોતાનું મૂળ બનાવે છે, સજ્જડ બને છે, ને પછી એ મૂળ છોડને સક્ષમ કરે છે, મોટું કરે છે. મેં’તો રાતોરાત મોટા થતા છોડ જોયા નથી, પણ સંબંધનું કૈક એવું છે ને સાહેબ, ઠોસપૂર્વક કહેવું લગભગ અશક્ય છે, કારણ ચાલતી ટ્રેનની બીજી બારીએ પણ પ્રેમ પારંગી શકે છે, જે કદાચ રાતોરાત ઉભી થયેલી લાગણી જ છે, પણ એ કેટલો સશક્ત ને કેટલો ટકાઉ હોઈ શકે એ કહેવું કઠીન છે. માટે સંબંધમાં ૧૦૦ ટકા જેવું કંઈ હોઈ ન શકે, એવું મારું માનવું છે, તમારું કાંઈક અલગ પણ હોઈ શકે.
જેમ મેં ઉપર કહ્યું એમ લાગણીની અભિવ્યક્તિ હારતી બાજી સાંભળી શકે છે, તો કેમ નહિ એકવાર પ્રેમ અભિવ્યક્ત કરીએ. અહિયાં બે સવાલ ઊભા થાય છે- પ્રેમ છે ને અભિવ્યક્ત નથી થયો કે કરાયો નથી, ને બીજો એ કે પ્રેમ કે લાગણી છે જ નહિ, ને બસ નિભાવ્યા જ રાખવાનું છે.
જેમ મેં ઉપર કહ્યું એમ લાગણીની અભિવ્યક્તિ હારતી બાજી સાંભળી શકે છે, તો કેમ નહિ એકવાર પ્રેમ અભિવ્યક્ત કરીએ. અહિયાં બે સવાલ ઊભા થાય છે- પ્રેમ છે ને અભિવ્યક્ત નથી થયો કે કરાયો નથી, ને બીજો એ કે પ્રેમ કે લાગણી છે જ નહિ, ને બસ નિભાવ્યા જ રાખવાનું છે.
પહેલા સવાલની દવા ગોતી શકાય પણ બીજા સવાલ માટે સ્ટેરોઈડ ગોતવી કઠીન કાર્ય છે, પણ કેમ નહિ એમાં પણ થોડા રંગ ઉમેરીએ, જે શુષ્ક જીવનમાં થોડો રસ ઉમેરીએ.
તો ચલો શરૂ કરીએ એક મજલ, પોતાના પ્રેમને અભિવ્યક્ત કરીએ.
તો ચલો શરૂ કરીએ એક મજલ, પોતાના પ્રેમને અભિવ્યક્ત કરીએ.
[6] લવ લેટર - પ્રેમ પત્ર
એમ તો તારા વિરહ ની પળો માં પણ શ્વાસ ની આવન-જાવન તો થયા જ કરે છે. પરંતુ જીંદગી તો એને જ કહેવાય કે જે પળો તારા સાનિધ્ય થી તરબતર હોય ! અને સાચું કહું તારા કરતાં તો તારી યાદ વધુ સારી લાગે છે. કારણકે મળીયે ત્યારે તો થોડીક ક્ષણો માં જુદા થઇ એ છીએ.જયારે તારી યાદ તો ક્યારેક પાછી વળવા નું નામ જ નથી લેતી. તારી યાદ મને તાજગી બક્ષે છે. તારી યાદ મારો શ્વાસ છે. તારી યાદ મારા જીવન માં થી બાદ થતી ક્ષણો ને આબાદ કરે છે.
“હર પળ લાગે છે કે જાણે, તું કયાંક આસપાસ છે,
ઉઘાડી આંખે દેખાતું આ સ્વપન, આ સત્ય છે કે આભાસ છે.”
પણ આ સત્ય હોય કે આભાસ હોય જે હોય તે મને ખુબ ગમે છે. કારણકે એમાં સમગ્ર પણે તું જ ઓત પ્રોત છે. લોકો કહે છે કે નિદ્રા તો કુદરત નું અનુપમ વરદાન છે.અનિદ્રા રોગ છે, મને જો તારી યાદ ની હુંફ મળતી હોય તો મારે મન અનિદ્રા તો રોગ પણ યોગ છે.
ને તારા સ્વપન વગર ની નિદ્રા મારે મન અભિશાપ છે, અને હવે તુ ઋતુ પણ કરવત બદલી રહી છે. તારા આશ્લેષ જેવી મહેકતી હુંફ વાતાવરણ માં છલકાઇ રહી છે.
હું જાણું છું તારી સ્મ્રુતિ લઇ ને સુઇ જાઉ છું. તારું સ્વપન લઇ ને બસ ! સ્મ્રુતિ ને સ્વપન જ મારા શ્વાસ-ઉચ્વાસ બની ગયા છે.
નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ ઝળઝળિયાં ની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ સુખ ની ઘટના લખું તમોને ત્યાં દુઃખ કલમ ને રોકે દુઃખ ની ઘટના લખવા જાઉં ત્યાં હૈયું હાથ ને રોકે છેકાછેકી કરતાં કરતાં પૂરો થઇ ગયો કાગળ નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ અમે તમારાં અરમાનો ને ઉમંગ થી શણગાર્યા.
હું જાણું છું તારી સ્મ્રુતિ લઇ ને સુઇ જાઉ છું. તારું સ્વપન લઇ ને બસ ! સ્મ્રુતિ ને સ્વપન જ મારા શ્વાસ-ઉચ્વાસ બની ગયા છે.
નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ ઝળઝળિયાં ની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ સુખ ની ઘટના લખું તમોને ત્યાં દુઃખ કલમ ને રોકે દુઃખ ની ઘટના લખવા જાઉં ત્યાં હૈયું હાથ ને રોકે છેકાછેકી કરતાં કરતાં પૂરો થઇ ગયો કાગળ નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ અમે તમારાં અરમાનો ને ઉમંગ થી શણગાર્યા.
અમે તમારાં સપનાં ઓ ને અંઘારે અજવાળ્યાં તોય તમારી ઇચ્છા મુજથી દોડે આગળ આગળ ઝળઝળિયાં ની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
આખરી રસ્તો બની ને મળ મને,
એક છે આધાર તારો કળ મને
ઓળખી લે તું સમય ની ચાલને,
આપ તારી જીદગી પળ પળ મને.
તારો પ્રેમ,
[તમારું નામ]
[તમારું નામ]
લવ લેટર (પ્રેમ પત્ર) ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Love Letter in Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
લવ લેટર (પ્રેમ પત્ર) ગુજરાતી વિડીયો
અહીં નીચે બટન પર ક્લિક કરી લવ લેટર (પ્રેમ પત્ર)નો વિડીઓ જોઈ શકો છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં લવ લેટર (પ્રેમ પત્ર) એટલે કે Love Letter in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!