શું તમે ગુજરાતીમાં વિશ્વ આદિવાસી દિવસ વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ મજાનો વિશ્વ આદિવાસી દિવસ વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Vishwa Adivasi Diwas Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.
વિશ્વ આદિવાસી દિવસ વિશે નિબંધ
અહીં ગુજરાતી વિશ્વ આદિવાસી દિવસ વિશે એક નિબંધ રજુ કર્યો છે જે 150, 250 શબ્દોમાં છે.
નીચે આપેલ વિશ્વ આદિવાસી દિવસ વિશે નિબંધ ગુજરાતીમાં 100, 250 શબ્દોમાં નિબંધ ધોરણ 10, 11 અને 12 માટે ઉપયોગી થશે.
વિશ્વ આદિવાસી દિવસ વિશે ગુજરાતીમાં નિબંધ
આપણાં દેશમાં આદિવાસીઓની ગણના અનુસૂચિત જનજાતિમાં થાય છે. પહેલાં આ જાતિમાં ભણતર લગભગ નહિવત હતું. આ દરજ્જાને કારણે ઘણા આદિવાસીઓ ભણીગણીને પોતાનો વિકાસ સાધી શક્યા છે. તેમ છતાં પણ અંતરિયાળ તેમ જ દુર્ગમ વિસ્તારોમાં રહેતા આદિવાસીઓ સગવડોથી વંચિત રહેવાને કારણે આજે પણ ગરીબી અને અજ્ઞાનતામાં જીવે છે.
તેમ છતાં પણ તેમનામાં સાક્ષરતા દર ખાસ્સો વધ્યો છે. ૨૦૧૧ ની વસતિ ગણતરી અનુસાર અનુસૂચિત જનજાતિઓમાં સાક્ષરતા દર ૬૨.૫% હતો, જે ૨૦૦૧ ની તુલનાએ ૧૪.૮% વધારે હતો. તેમાં પણ મહિલા સાક્ષરતા દરમાં તો ખૂબ જ પ્રભાવક સુધારો જોવા મળ્યો, જે ૨૦૦૧ ની તુલનાએ ૧૭.૨% વધુ હતો.
ગુજરાત રાજ્યનાં આદિવાસીઓ એમના ખડતલ તેમ જ ચપળ શરીર માટે જાણીતા છે. ગુજરાત રાજ્યની પૂર્વ સરહદના વિસ્તારોમાં મુખ્યત્વે આદિવાસીઓ વસવાટ કરે છે. ગુજરાતના આદિવાસીઓમાં મુખ્યત્વે ચૌધરી, કુકણા, તડવી, ધોડિયા, ગામિત, વસાવા, ભીલ, નિનામા, રાઠવા, નાયકા, હળપતિ, ડામોર, કટારા, તાવિયાડ, કોટવાળીયા વગેરેનો સમાવેશ થાય છે.
આદિવાસી સમાજ માતૃ અને પિતૃ પ્રધાન છે. તેઓમાં વડીલો સર્વોચ્ચ સ્થાને હોય છે. કુટુંબનાં મહત્વના નિર્ણયો ઘરનાં વડીલો જ લેતાં હોય છે. કુટુંબના ભરણ-પોષણની જવાબદારી પતિ – પત્ની બન્ને ઉપાડતા હોય છે. સામાન્ય રીતે તેઓ ખેતી અને પશુપાલન કરે છે. તેમનાં રીત રિવાજો અનોખા હોય છે.
આદિવાસીઓની બોલી અને વ્યાકરણ ઘણાં અનોખા છે. તેમની ભાષાનું કોઈ લિખીત સ્વરૂપ નથી તેથી તે બોલી પુરતી જ સિમીત રહી શકી છે. આદિવાસી બોલીના ઘણાખરા શબ્દો આપણને થોડા સંસ્કૃત થોડા મરાઠી તથા થોડા ગુજરાતી જેવા લાગે છે, કારણ કે ડાંગ જિલ્લો એ પહેલાં મહારાષ્ટ્ર રાજ્યનો હિસ્સો હતો. પરંતુ મહાગુજરાત આંદોલન પછી જ્યારે મુંબઈ અને ડાંગ એ બેમાંથી કોને ગુજરાત રાજ્યમાં લેવું એ માટે ચર્ચા થવા લાગી ત્યારે ગાંધીવાદી એવા શ્રી ઘેલુભાઈ નાયકના પ્રયાસોથી ડાંગ ગુજરાતમાં આવ્યું અને મુંબઈ મહારાષ્ટ્રનાં ફાળે ગયું.
આદિવાસીઓની મુખ્ય બોલીઓમાં પંચમહાલ અને દાહોદ જિલ્લામાં બોલાતી ભીલી, ગામીત, વસાવા, કુકણા, ધોડીયા, ચૌધરી, રાઠવી, તડવી બોલી વગેરે આવે છે. આ તમામ બોલીઓમાં બહુવચન હોતુ નથી. તેમાં કોઈ પણ ઉંમરની વ્યક્તિને ‘તું’ કહીને બોલાવવામાં આવે છે. તે ઉપરાંત અન્ય ભાષાઓની જેમ તેમાં ૧૨ કાળ, પુલ્લિંગ અને સ્ત્રીલીંગ, તથા ક્રિયાપદો હોય છે.
વિશ્વ આદિવાસી દિવસ નિબંધ ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Vishwa Adivasi Diwas Nibandh in Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
વિશ્વ આદિવાસી દિવસ નિબંધ ગુજરાતી વિડીયો
અહીં નીચે બટન પર ક્લિક કરી વિશ્વ આદિવાસી દિવસ ગુજરાતી નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં વિશ્વ આદિવાસી દિવસ વિશે નિબંધ એટલે કે Vishwa Adivasi Diwas Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!