શું તમે ગુજરાતીમાં મતદાન જાગૃતિ વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
આ આર્ટીકલમાં અમે સરસ મજાનો મતદાન જાગૃતિ વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Matdan Jagruti Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.
મતદાન જાગૃતિ વિશે નિબંધ
અહીં ગુજરાતી મતદાન જાગૃતિ વિશે એક નિબંધ રજુ કર્યો છે જે 150, 250 શબ્દોમાં છે.
નીચે આપેલ મતદાન જાગૃતિ વિશે નિબંધ ગુજરાતીમાં 100, 250 શબ્દોમાં નિબંધ ધોરણ 10, 11 અને 12 માટે ઉપયોગી થશે.
મતદાન જાગૃતિ વિશે ગુજરાતીમાં નિબંધ
છતાં પણ આપણા ત્યાં 100% મતદાન થતું નથી એ અયોગ્ય બાબત છે. કેમકે ઘણા લોકો ચૂંટણીમાં રસ લેતા નથી અને પોતાના મતને કિંમતી સમજતા નથી. ઘણા લોકો પક્ષ વિપક્ષની માથાકુટમાં મત આપતા નથી. ઘણાને એમ છે કે હું મત નહિ આપું તો એમાં શું થઈ જવાનું છે ? .. તો વળી ઘણા સમયનું બહાનુ કાઢે છે કે સમય જ નથી વોટ આપવાનો. તો વળી ઘણા એવું વિચારે છે કે અમારે લાયક એક પણ ઉમેદવાર નથી તો કોઈને વોટ આપવો જ નથી અમારે. તો ઘણા ને ફરિયાદ હોય છે કે અમને કોઈ કહેવા આવ્યું નથી તો અમે શુ કામ વોટ આપીએ.. તો ઘણા પાસે 18 વર્ષ થઈ ગયા હોય તો પણ ચૂંટણી કાર્ડ હોતું નથી જેના કારણે તે વોટ આપી શકતા નથી. આવા બધા ઘણા બધા કારણો છે જેના લીધે મતદાન 100% થતું નથી અને જેના કારણે યોગ્ય વિકાસ થતો નથી. તો મત એ ફરજ અને હક્કના ભાગરૂપે આપવો જ જોઈએ.
હવે તો અંધ અપંગ કે શારીરિક ખોડખાપણ વાળા લોકો માટે પણ મતદાન થઈ શકે એ માટે યોગ્ય વ્યવસ્થા કરેલ હોય છે. ચૂંટણીકાર્ડ ન હોય તો હવે તમારી નજીકની શાળાના શિક્ષક કે તલાટી કમ મંત્રી જે બુથ લેવલ ઓફીસર હોય તેનો સંપર્ક કરો તો તમારા આધારપુરાવા જોઈને તમને થોડા જ સમયમાં ચૂંટણીકાર્ડ બનાવી આપશે.
ચૂંટણી હોય એ પહેલા રાજકીય પક્ષ એનો પ્રચાર કરતા જ હોય છે એટલે તમને કોઈ ઘરે કહેવા આવે તો જ મત આપવો એ વલણથી દુર રહો. સમયનો અભાવ હોય તો પણ મત આપો કેમેકે તમે મત નહિ આપો તો કદાચ સતા એવા લોકોના હાથમાં જઇ શકે છે જે ક્યારેય કોઈ સારા કામ કરશે જ નહીં.
હવે મતદાનનો સમય પણ વધારી દીધો છે સવારે 7 વાગ્યાથી તમે મત આપવાનું શરૂ કરી શકો છો એટલે સમય થોડો કાઢી મત આપીને જ અન્ય કામ કરવા.
આપણે પોતે મત આપીએ અને ઘરના વડીલોને પણ સાથે સાથે મત આપવા લઈ જઈએ. અડોશ-પડોશમાં પણ બધાને જાણ કરીએ કે મતદાન શરૂ થઈ ગયું છે તો તમામ લોકો મત આપી આવે અને આ લોકશાહીમાં સૌની સરખી ભાગીદાર મળે.
આપણા સમાજમાં ગુપ્તદાનનું મહત્વ છે એટલે મતદાન પણ ગુપ્ત રાખવામાં આવે છે. તમને થાય એમાં શું કામ સંતાડવાનું… વટથી મને ગમે એને હું વોટ આપી શકું, તો પછી ગુપ્ત કેમ રાખવાનું ? તો તમને જણાવી દઉ કે મત એ તમારો વ્યક્તિગત વિચાર છે તમે એને જાહેર કરી નથી શકતા, હા મત વિસ્તારથી બહાર કે તમારા ઘરે તમે એની ચર્ચા કરી શકો છો બાકી ચૂંટણી પક્ષના અમુક નિયમોનું પાલન મતદાન સમયે કરવા જ રહ્યા. તમે ચૂંટણીબુથ પર કોઈપણ પક્ષને મત આપવા માટે પ્રચાર કરી શકતા નથી. આચારસંહિતાનો ભંગ થતા તમને સજા પણ થઈ શકે છે. ચાલો હવે તમે પણ મત આપશો અને અન્યને પણ અપાવશો એ જ અપેક્ષા છે.
ભારતમાં 100% મતદાન થાય એ હેતુસર હવે તમારી પસંદગીનો કોઈપણ ઉમેદવાર ન હોય છતાં તમારે વોટ કરવો જ હોય તો હવે NOTA (none of above-ઉપરમાંથી એક પણ નહીં.) આ મત તમે આપી શકો છો. જેથી મત ગણતરીમાં ટકાવારી વધી શકે છે. અને એ જાગૃતિ માટે યોગ્ય પગલું છે.
તમારો મત, તમારો અધિકાર. તમે એનો સદઉપયોગ કરી એક ઉત્તમ નાગરિકને શોભે એવું કાર્ય કરી શકો છો.
હવે આગળ ચૂંટણી પ્રક્રિયા શુ છે? કેવી રીતે કોણ ફોર્મ ભરી શકે છે ? કેટલી ઉંમર જોઈએ ? કેવી રીતે ચિહ્નન પસંદગી થાય છે ? બોગસ વોટિંગ શુ છે ? કેવી રીતે મતદાન અને મતગણતરી થાય છે ? આ બધા પ્રશ્નો પણ તમને થતા હોવા જોઈએ. શુ તમને પણ ચૂંટણી જીતી નેતા બનવાનું સપનું જોઈ રહ્યા છો ? Mp, M.L.A, મંત્રી, મુખ્ય મંત્રી, વડાપ્રધાન, રાજ્યપાલ, રાષ્ટ્પ્તિઓના પગાર અને મળતી સવલતો વિશે તમે જાણો છો ? જો તમને આ માહિતી જોઈતી હોય તો ચોક્કસ અમને લખી જણાવો.
મતદાન જાગૃતિ નિબંધ ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Matdan Jagruti Nibandh in Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
મતદાન જાગૃતિ નિબંધ ગુજરાતી વિડીયો
અહીં નીચે બટન પર ક્લિક કરી મતદાન જાગૃતિ ગુજરાતી નિબંધ નો વિડીઓ જોઈ શકો છો.
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં મતદાન જાગૃતિ વિશે નિબંધ એટલે કે Matdan Jagruti Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!