આ પોસ્ટમાં અમે મિત્ર, ભાઈ-બહેન, પિતા-પુત્ર, મમ્મી, સાહેબ, પતિ-પત્ની, પ્રેમિકા, જીવનસાથી, દીકરી, ભત્રીજા માટે વગેરે તમામ લોકો માટે જન્મદિવસની શુભેચ્છાઓ, શુભકામનાઓ, શાયરી, સુવિચાર અને કવિતાઓ આપેલ છે. આશા છે કે તમને ગમશે.
જન્મદિવસની શુભકામના, શુભેચ્છાઓ અને શાયરી
જન્મદિવસ (Birthday) એટલે વર્ષનો એવો દિવસ જે આપણને યાદ અપાવે છે કે આપણે અને આપણા પ્રિયજનો કેટલા ખાસ છીએ. જ્યારે કોઈનો જન્મદિવસ આવે છે, ત્યારે માત્ર કેક કાપવી કે ગિફ્ટ આપવી પૂરતું નથી હોતું; તમારા શબ્દો અને તમારી લાગણીઓ સામેવાળી વ્યક્તિના દિવસને વધારે ઉજળું બનાવી શકે છે.
જો તમે પણ તમારા મિત્રો, પરિવાર કે જીવનસાથીને ગુજરાતીમાં શ્રેષ્ઠ "જન્મદિવસ ની શુભકામનાઓ" પાઠવવા માંગતા હો, તો આ બ્લોગ તમારા માટે જ છે. અહીં અમે દરેક સંબંધ માટે ખાસ સંદેશાઓનું કલેક્શન તૈયાર કર્યું છે.
મિત્ર માટે જન્મદિવસ ની શુભકામનાઓ | Birthday Wishes For Friends
અંહી નીચે મિત્ર, દોસ્તાર, જીગર જાન માટે જન્મદિવસની શુભકામના, શુભેચ્છાઓ, શાયરી અને સુવિચાર આપેલ છે જે તમે Copy બટન પર કલીક કરીને Text Copy કરી શકશો.
તારા જીવનમાં હંમેશા ખુશીઓ અને ઉલ્લાસ રહે.ભગવાન તારા બધા સપના પૂરા કરે.
જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ,
મારા વ્હાલા મિત્ર! 🎂🎉
તું હંમેશા સૂરજની જેમ ચમકતો રહે અને જીવનમાં પ્રગતિના નવા શિખરો સર કરતો રહે એવી પ્રભુને પ્રાર્થના. હેપ્પી બર્થડે દોસ્ત! 🚀🌟
સુખ હોય કે દુઃખ, તું હંમેશા મારી પડખે ઉભો રહ્યો છે.
આપણી દોસ્તી આમ જ અતૂટ રહે.
તને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ! ❤️🤗
ઈશ્વર તને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ આપે.તારું જીવન મહેકતું રહે.જન્મદિવસ મુબારક! 🙏✨
ભાઈ, પાર્ટી ક્યારે આપે છે?ખાલી જન્મદિવસની મુબારક થી કામ નહીં ચાલે!તું જીવે હજારો સાલ! 🍰🍕
મારા સૌથી સારા અને સાચા મિત્રને જન્મદિવસની અનેક શુભકામનાઓ.તારો દિવસ ખૂબ જ આનંદમય રહે! 🎈🎁
તારો જન્મ એ મારા માટે પણ એક ભેટ સમાન છે, કારણ કે મને તારા જેવો યાર મળ્યો છે.Happy Birthday Dear! 💖🍰
ફૂલોની જેમ તારું જીવન મહેકતું રહે અને તારા ચહેરા પર હંમેશા સ્મિત રહે.જન્મદિવસની ઢગલો શુભેચ્છાઓ! 🌹😊
આ નવું વર્ષ તારા જીવનમાં નવી આશાઓ અને નવો ઉમંગ લઈને આવે.જન્મદિવસની ખૂબ ખૂબ બધાઈ! 🥳🎊
દુનિયાની બધી જ ખુશીઓ તારા કદમોમાં હોય.તું જે ઈચ્છે તે તને મળે. હેપ્પી બર્થડે ટુ યુ! 👑💫
જીગરી દોસ્તો માટે જન્મદિવસની શુભકામનાઓ
મિત્રો એટલે આપણી પસંદગીનો પરિવાર. તેમની સાથે મજાક-મસ્તી પણ હોય અને પ્રેમ પણ.ભાઈ તારો જન્મદિવસ એટલે જાણે તહેવાર! તને જીવનની બધી ખુશીઓ મળે એવી ભગવાનને પ્રાર્થના. હેપ્પી બર્થડે દોસ્ત! 🎉
ઉંમર વધે કે ન વધે, પણ તારી મસ્તી ક્યારેય ઓછી ન થવી જોઈએ. જન્મદિવસ મુબારક મારા યાર! 🎂
દુનિયામાં ભલે ગમે તેટલા મિત્રો હોય, પણ તારા જેવો ‘નમૂનો’ બીજો કોઈ નથી! તારો દિવસ સુપરહિટ રહે. Happy Birthday! 🌟
જન્મદિવસ ની શુભકામનાઓ ભાઈ અને બહેન માટે | Happy Birthday Wishes For Brother and Sister
અંહી નીચે ભાઈ માટે અને બહેન માટે જન્મદિવસની શુભકામના, શુભેચ્છાઓ, શાયરી અને સુવિચાર આપેલ છે જે તમે Copy બટન પર કલીક કરીને Text Copy કરી શકશો.
1. ભાઈ માટે જન્મદિવસની શુભકામનાઓ | Birthday Wishes for Brother
મારો ભાઈ, મારો સપોર્ટ સિસ્ટમ અને મારો સૌથી સારો મિત્ર.તને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! તું હંમેશા હસતો રહે. 🎂🫂
તારા જીવનમાં આવતી દરેક મુશ્કેલીઓ દૂર થાય અને તું પ્રગતિના નવા શિખરો સર કરે તેવી પ્રભુને પ્રાર્થના.હેપ્પી બર્થડે ભાઈ! 🚀🌟
ભાઈ, ઉંમર વધતી જાય છે પણ અક્કલ આવતી નથી! મજાક કરું છું...જન્મદિવસ મુબારક! પાર્ટી ક્યારે આપે છે? 😜🍔
દુનિયાનો સૌથી પ્રેમાળ અને સંભાળ રાખનારો ભાઈ મને મળ્યો છે, તે બદલ હું નસીબદાર છું.જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ! ❤️👑
હેપ્પી બર્થડે ભાઈ!તારું સ્મિત અને સ્ટાઈલ હંમેશા આમ જ અકબંધ રહે. લવ યુ બ્રો! 😎🎉
2. બહેન માટે જન્મદિવસની શુભકામનાઓ (Birthday Wishes for Sister)
મારી વ્હાલી બહેન અને ઘરની રોનકને જન્મદિવસની ઢગલો શુભેચ્છાઓ.તારા ચહેરા પર હંમેશા આવું જ સ્મિત રહે! 🍰🎈
ઈશ્વર તને દુનિયાની બધી જ ખુશીઓ આપે અને તારા બધા સપના સાકાર કરે.હેપ્પી બર્થડે બેના! 🙏✨
ભલે આપણે ટોમ એન્ડ જેરીની જેમ લડતા હોઈએ, પણ તું જ મારી ફેવરિટ છે.(ગિફ્ટની આશા ના રાખતી!).જન્મદિવસ મુબારક! 🐭🐱🎁
તું ખૂબ આગળ વધે અને તારું જીવન મહેકતું રહે. તારી દરેક ઈચ્છા પૂરી થાય.જન્મદિવસની શુભકામનાઓ! 🌹💫
ઢીંગલી જેવી મારી બહેનને જન્મદિવસની અનેક શુભેચ્છાઓ.તું મારી સૌથી સારી મિત્ર છે. લવ યુ! 💖
પિતા અને પુત્ર (દીકરા) માટે જન્મદિવસ ની શુભકામનાઓ
અહી નીચે પિતા અને પુત્ર (દીકરા) માટે જન્મદિવસની શુભકામના, શુભેચ્છાઓ, શાયરી અને સુવિચાર આપેલ છે જે તમે Copy બટન પર કલીક કરીને Text Copy કરી શકશો.
પિતા માટે:
- હૃદયથી પિતાને જન્મદિવસની શુભકામનાઓ! તમારી જેમ સારા પિતા હું ક્યારેય બની શકીશ નહીં. તમારો આભાર.
- જન્મદિવસની શુભકામનાઓ, પપ્પા! તમે મારા હીરો છો, મારા માર્ગદર્શક છો અને મારા શ્રેષ્ઠ મિત્ર છો.
- પપ્પા, તમે મારા જીવનમાં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છો. તમારા પ્રેમ અને સમર્થન માટે આભાર.
- જન્મદિવસની શુભકામનાઓ, પિતાજી! તમારા જેવા દયાળુ અને કાળજી લેનારા પિતા મળવા બદલ હું ખૂબ નસીબદાર છું.
- તમારા જન્મદિવસ પર, હું તમને સ્વસ્થ અને ખુશ જીવનની શુભકામનાઓ પાઠવું છું.
- પપ્પા, તમારા બધા સપના સાકાર થાય એવી પ્રાર્થના કરું છું.
- તમે મારા માટે એક પ્રેરણા છો, પપ્પા. તમારા જેવો બનવાની હું હંમેશા કોશિશ કરું છું.
- જન્મદિવસની શુભકામનાઓ, પિતાજી! તમારો આજનો દિવસ ખૂબ ખાસ બનાવો.
પુત્ર (દીકરા) માટે:
- જન્મદિવસની શુભકામનાઓ, મારા દીકરા! તું મારા જીવનનું સૌથી મોટું ગૌરવ છે.
- દીકરા, આજે તારો ખાસ દિવસ છે. તારી બધી ઇચ્છાઓ પૂરી થાય એવી પ્રાર્થના કરું છું.
- તું દિવસે દિવસે મોટો થતો જાય છે. હું તને ખૂબ પ્રેમ કરું છું.
- જન્મદિવસની શુભકામનાઓ, મારા નાના રાજકુમાર! આ દુનિયાની બધી ખુશીઓ તને મળે.
- દીકરા, તું હંમેશા મારા હૃદયમાં રહેશે.
- તારા જન્મદિવસ પર, હું તને આશીર્વાદ આપું છું કે તું જીવનમાં સફળ થાઓ.
- તું મારા માટે એક આશીર્વાદ છે, દીકરા.
- જન્મદિવસની શુભકામનાઓ, મારા નાના મિત્ર! આજે મસ્તી કરજે.
મમ્મી (માં) માટે જન્મદિવસ ની શુભકામનાઓ | Birthday Wishes For Mother
અંહી નીચે માં અથવા મમ્મી માટે જન્મદિવસની શુભકામના, શુભેચ્છાઓ, શાયરી અને સુવિચાર આપેલ છે જે તમે Copy બટન પર કલીક કરીને Text Copy કરી શકશો.
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલએથી મીઠી તે મોરી માત રેજનનીની જોડ સખી! નહી જડે રે લોલજન્મદિવસની હાર્દિક શુભકામના મમ્મી... 🥞🍫
જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામના મમ્મી 🎂🎉
મા એ માં બીજા બધા વગડા ના વા.હેપ્પી બર્થ ડે મમ્મી.
મેં ભગવાનને તો નથી જોયા, પણ તમને જોયા છે. મારા માટે તમે જ ઈશ્વર છો.મારી વ્હાલી મમ્મીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ! ❤️🙏
જેના પ્રેમમાં કોઈ પણ શરત નથી હોતી અને જેનું ઋણ ક્યારેય ચૂકવી શકાતું નથી, તે છે 'માં'.મમ્મી, તને જન્મદિવસ મુબારક! તું હંમેશા ખુશ રહે. 🎂🌹
તારા વગર આ ઘર, ઘર નથી લાગતું. તું જ અમારું સર્વસ્વ છે.ઈશ્વર તને ઉત્તમ સ્વાસ્થ્ય અને લાંબુ આયુષ્ય આપે. હેપ્પી બર્થડે મમ્મી! 🏡✨
મારા દરેક સુખ માટે પોતાની ખુશીઓનું બલિદાન આપનારી મારી મમ્મીને જન્મદિવસની ઢગલો શુભેચ્છાઓ. લવ યુ માં! 💖🍰
દુનિયાની ભીડમાં ભલે ગમે તેટલા લોકો મળે, પણ તારા જેવો નિસ્વાર્થ પ્રેમ કોઈ ના કરી શકે.જન્મદિવસ મુબારક માવલડી! 👸💐
Birthday Wishes for Husband in Gujarati | પતિ માટે જન્મદિવસની શુભેચ્છાઓ
ખુશીમાં વીતે તમામ દિવસો, દરેક રાત સુહાની હોય,
જે તરફ પણ તમારા પગ પડે, એ તરફ ફૂલોનો વરસાદ હોય.
જન્મદિવસ ની શુભકામના 🎂🎉🎁🎊
તમે મારા જીવનની સૌથી કિંમતી વ્યક્તિ છો જેમણે મને અપાર ખુશીઓ આપી છે. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
જન્મદિન મુબારક મારા યાર, ખુશીઓ મળે તમને બેશુમાર, જન્મદિનની હાર્દિક શુભેચ્છા.
પ્રિય પતિ, તમારો જન્મદિન માટે હાર્દિક શુભેચ્છાઓ! તમે મારા જીવનની સૌથી મોટી ખુશિ છો અને મારો સખનું પ્રાણ છો. ગુજરાતી પતિ, તમારો જન્મદિન માટે હાર્દિક શુભેચ્છાઓ! તમે મારા જીવનની સૌથી મોટી આશીર્વાદ છો.🎂
પ્રિય પતિ, તમારો જન્મદિન માટે હાર્દિક શુભેચ્છાઓ! તમે મારી જીવનની સૌથી મોટી આશીર્વાદ છો.
હું બવુજ નસીબદાર છું કે મને તમારા જેવો પતિ મળ્યો તમારા
સાથે દરેક દિવસ ગીફ્ટ અને દરેક રાત દિવાળી જેવી લાગે છે
જન્મ દિવસ ની ખુબ ખુબ બધાઈ🎂
ઉગતો સૂર્ય પ્રાર્થના કરે છે ખીલેલું ફૂલ સુગંધ આપે છે
હવે અમે તમને શું ખાસ આપી શકીએ, ભગવાન તમને હજારો સુખ આપે.
Happy Birthday to My Life❤️
આજનો દિવસ ખૂબ જ ખાસ છે, હું પ્રેમમાં માનું છું
આપણો સંબંધ એવો જ રહેવા દો, તમે મારા ધબકારા અને શ્વાસ છો.
જન્મદિવસની શુભેચ્છા પ્રિય પતિ❤️
હું ખૂબ ભાગ્યશાળી છું કે
મારા જીવનમાં તમારા જેવા પતિ છે.
તમે મને પ્રેમ અને સન્માનનો અસલી મતલબ સમજાવ્યો છે.
તેના માટે તમારો આભાર.
હેપ્પી બર્થ ડે, જાનુ!🎂🎉
ઉતરો ઉતર ખૂબ પ્રગતિ કરો, દીધાર્યું બનો, આપનુ જીવન હંમેશા ખુશીઓથી ભરેલું રહે, માતાજી આપણે શક્તિ પ્રદાન કરે એવી જગત જનની માઁ આધ્યાશક્તિના ચરણોમા પ્રાથઁના….🚩
Happy Birthday ! 🎂🎁
જીવનમાં આશીર્વાદ મળે… વડીલોથી,
સહયોગ મળે… નાનાઓથી,
ખુશી મળે… દુનિયાથી,
પ્રેમ મળે… બધા પાસેથી,
આજ પ્રાર્થના છે મારી પ્રભુને.
જન્મદિવસ ની શુભકામના 🎂🎁🎉🎊
ફૂલોની જેમ મહેકતું રહે
હંમેશાં જીવન તમારું
ખુશીઓ તમારાં કદમ ચૂમે
ઘણો બધો પ્રેમ અને આશીર્વાદ અમારો.🎂🎉
જીવનસાથી માટે રોમેન્ટિક શુભકામનાઓ | Romantic Birthday Wishes for Partner
જ્યારે વાત પતિ, પત્ની અથવા પ્રિયતમાની હોય, ત્યારે શબ્દોમાં થોડી રોમેન્ટિક શાયરી અને પ્રેમ ભળવો જોઈએ.તારા આવવાથી મારું જીવન સુંદર બની ગયું છે. તું માત્ર મારો પ્રેમ નહીં, પણ મારો શ્વાસ છે.Happy Birthday Love!💖
આજના દિવસે ભગવાનનો આભાર માનું છું કે તેમણે તને મારા માટે બનાવ્યો/બનાવી.તારો સાથ જ મારી સૌથી મોટી ખુશી છે.🌹
ચહેરા પર હાસ્ય અને દિલમાં ખુશી, બસ આ જ રીતે તારું જીવન મહેકતું રહે.
જન્મદિવસ મુબારક! ✨
દીકરી માટે જન્મદિવસ ની શુભકામનાઓ | Birthday Wishes For Daughter in Gujarati
અંહી નીચે લાડકવાઈ દીકરી અથવા પુત્રી માટે જન્મદિવસની શુભકામના, શુભેચ્છાઓ, શાયરી અને સુવિચાર આપેલ છે જે તમે Copy બટન પર કલીક કરીને Text Copy કરી શકશો.
આજનો દિવસ મારા માટે ખૂબ જ ખાસ છે
એટલા માટે નહીં કે આજે તમારો જન્મદિવસ છે
પરંતુ એ કારણે કે આજે તે દિવસ છે
જ્યારે મેં મારી પરીને પ્રથમ વખત જોઈ હતી!
હેપી બર્થડે દીકરી!🎂🎉
ખુશ રહો, સમૃદ્ધ રહો
ઘરે રહો કે હોસ્ટેલમાં રહો
જ્યાં પણ રહો, હસતી રહો
આમ જ ખુશીઓથી જન્મદિવસ ઉજવતા રહો!
Happy Birthday Daughter !🎂🎉
તે અમારા જીવનમાં પ્રવેશ કર્યો
ઘર અને આંગણાને સુખથી સુગંધિત કર્યા
ગુંજ્યું ફૂલમાંથી બાળપણનું હાસ્ય
હંમેશા ખુશ રહે પુત્રી અમારી!
Happy Birthday Little Daughter !🎂🎉
પરિવાર માટે હૃદયસ્પર્શી સંદેશાઓ | Birthday Wishes for Family
પરિવાર આપણા જીવનનો પાયો છે. માતા-પિતા અને ભાઈ-બહેન માટે શબ્દોમાં આદર અને સ્નેહ હોવો જોઈએ.મમ્મી/પપ્પા, તમે જ મારું વિશ્વ છો. તમારા આશીર્વાદ હંમેશા મારી સાથે રહે એવી પ્રાર્થના.તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ!❤️
જેણે મને આંગળી પકડીને ચાલતા શીખવ્યું, આજે એમના ખાસ દિવસે હું સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની કામના કરું છું.🌹
બહેન ભલે ઝઘડતી હોય, પણ પ્રેમ તો સૌથી વધુ તને જ કરું છું.Happy Birthday my dear Sister!🎁
ભાઈ, તું મારો સૌથી મોટો સપોર્ટર છે.તારા બધા સપના પૂરા થાય એવી શુભેચ્છા.🍫
જન્મદિવસ માટે ખાસ શાયરી | Birthday Shayari in Gujarati
ઘણીવાર સાદા શબ્દો કરતાં શાયરી દિલની વાત વધુ સચોટ રીતે કહી જાય છે. તમે આ લાઈન્સ તમારા WhatsApp સ્ટેટસમાં મૂકી શકો છો:ફૂલો સા મહેકતા રહે હંમેશા તમારો ચહેરો,ખુશીઓથી ભરેલું રહે તમારું આંગણું,દુઃખ શું છે એ તમે ભૂલી જાઓ,એવી હજારો ભેટ લાવે તમારો જન્મદિવસ!🎂🎉
સૂરજ રોશની લઈને આવ્યો,અને પક્ષીઓ ગીત ગાયા,ફૂલોએ હસીને કહ્યું,મુબારક હો તારો જન્મદિવસ આવ્યો!🎂🎉
ફૂલોની જેમ મહેકતું રહે જીવન તારું,ખુશીઓથી છલકાતું રહે આંગણું તારું,દુનિયાની બધી ખુશીઓ તને મળે,બસ એ જ છે ઈશ્વર પાસે માંગવું મારું.જન્મદિવસ મુબારક! 🌹✨❤️
ઉગતો સૂરજ દુઆ આપે તમને,ખીલતું ફૂલ સુગંધ આપે તમને,અમે તો કઈ નથી આપી શકતા,પણ ઈશ્વર હજારો ખુશીઓ આપે તમને.હેપ્પી બર્થડે! 🙏🌸🎁
તમારા હોઠો પર હંમેશા સ્મિત રહે,આંખોમાં સદા ખુશીઓના ગીત રહે,દરેક પળમાં મળે તમને નવો ઉમંગ,બસ આવી જ રીતે મહેકતું તમારું સંગીત રહે.જન્મદિવસની શુભકામનાઓ! 🎶🎂😊
સૂરજ રોશની લઈને આવ્યો છે,પંખીઓ ગીત ગાવા લાગ્યા છે,ફૂલોએ હસીને કીધું છે, મુબારક હો તમને,તમારો જન્મદિવસ આવ્યો છે.Happy Birthday! 🌞🐦🎉
દરેક રાહ આસાન થઈ જાય,દરેક રાહે ખુશીઓ મળી જાય,દરેક દિવસ ખૂબસૂરત હોય,આવું જ તમારું આખું જીવન બની જાય.જન્મદિવસ મુબારક! 🚀💫🍰
જન્મદિવસને યાદગાર બનાવવાની ટિપ્સ
માત્ર મેસેજ કરવાથી કામ પૂરું નથી થતું. આ નાની ટિપ્સ અજમાવો:- Handwritten Note: ડિજિટલ જમાનામાં હાથથી લખેલો પત્ર ખૂબ જ સ્પેશિયલ લાગે છે.
- Old Memories: જૂના ફોટાઓનું કોલાજ (Collage) બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરો.
- Surprise Visit: જો શક્ય હોય તો રૂબરૂ મળીને શુભેચ્છા આપો, તેનો પ્રભાવ અલગ જ હોય છે.
જન્મદિવસ મુબારક! 🎂🎈
જન્મદિવસ ની શુભકામનાઓ, શાયરી અને સુવિચાર ગુજરાતી PDF Download
અહીં નીચે બટન પર ક્લિક કરી Happy Birthday Quotes, Shayari, Wishes and Suvichar in Gujarati ની ફ્રી pdf Download કરી શકો છો.
જન્મદિવસ ની શુભકામનાઓ, શાયરી અને સુવિચાર ગુજરાતી વિડીયો :
અહીં નીચે બટન પર ક્લિક કરી જન્મદિવસ ની શુભકામનાઓ અને શાયરી અને સુવિચારના વિડીઓ જોઈ શકો છો.Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં જન્મદિવસ ની શુભકામનાઓ અને શાયરી એટલે કે Happy Birthday Wishes in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો.અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!
Disclaimer :
જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :










