Learning Licence Test Questions PDF in Gujarati | ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા બુક PDF

Learning Licence Test Questions PDF in Gujarati | ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા બુક PDF

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે બુક PDF વિશે ગુજરાતીમાં સંપૂર્ણ માહિતી રજુ કરી છે અને છેલ્લે Learning Licence Test Questions PDF ની PDF પણ Download કરી શકશો.

Gujarat RTO Driving Licence Test Questions Book in Gujarati

ખાસ કરીને ગુજરાતમાં, ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા આ પ્રક્રિયાને વધુ સરળ અને ઝડપી બનાવવામાં આવી રહી છે. આજે આપણે આ લેખમાં ડ્રાઇવિંગ લાઇસન્સના વિવિધ પ્રકારો, ડ્રાઇવિંગ લાઇસન્સની પરીક્ષા અને તેની તૈયારી માટે ઉપલબ્ધ સામગ્રી વિશે વિસ્તૃત માહિતી આપીશું.

આજે દેશમાં ગાડી ચલાવવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું ફરજિયાત છે. ગુજરાત સહિત દેશના તમામ રાજ્યોમાં આ નિયમ લાગુ છે. ગુજરાતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ઓનલાઇન સુવિધા ઉપલબ્ધ છે. 

આ લેખમાં અમે તમને ગુજરાત ડ્રાઇવિંગ લાઇસન્સ PDF ડાઉનલોડ કરવાની લિંક પૂરી પાડીશું. આ લિંક દ્વારા તમે લર્નિંગ લાઇસન્સ ફોર્મ ભરી શકો છો, ઓનલાઇન અરજી કરી શકો છો અને તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ ડાઉનલોડ કરી શકો છો.

ડ્રાઇવીંગ લાઇસન્સ માટે અગત્યના નિયમો

ગુજરાતમાં લાઇસન્સ કઢાવવા માટે કેટલાક નિયમો છે. જેમાં થોડાક નિયમો નીચે મુજબ છે.
  • ઓનલાઇન અરજી ફરજિયાત: ગુજરાતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ઓનલાઇન અરજી કરવી ફરજિયાત છે.
  • બે ચરણો: લાઇસન્સ મેળવવા માટે બે ચરણો પૂરા કરવા પડે છે: 
  • લર્નિંગ લાઇસન્સ: કોમ્પ્યુટર પર થિયરી પરીક્ષા પાસ કરીને લર્નિંગ લાઇસન્સ મેળવવું.
  • ડ્રાઇવિંગ ટેસ્ટ: લર્નિંગ લાઇસન્સ મળ્યા બાદ ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરવો.
  • RTO સેન્ટરની મુલાકાત: લાઇસન્સ સંબંધિત કાર્યવાહી માટે નજીકના RTO સેન્ટરની મુલાકાત લેવી.
  • ઓનલાઇન કોમ્પ્યુટર પરીક્ષા: કુલ 15 પ્રશ્નો હોય છે. 11 પ્રશ્નો સાચા કરવા ફરજિયાત છે. દરેક પ્રશ્ન માટે 45 સેકન્ડનો સમય મળે છે.
  • ભાષા: પરીક્ષા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે.
  • સંપર્ક:  RTO સંબંધિત કોઈપણ પ્રશ્ન માટે Parivahan Sewa વેબસાઇટનો સંપર્ક કરો.
  • ટુ વ્હીલર અથવા ફોર વ્હીલર વાહન ચલાવવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું ફરજિયાત છે.
  • લાઇસન્સ મેળવવા માટે જરૂરી દસ્તાવેજો અને અન્ય માહિતી માટે RTO સેન્ટરનો સંપર્ક કરો.

લાઇસન્સ માટેના પરીક્ષાના પ્રશ્નોના ઉદાહરણ

મિત્રો RTO દ્વારા લાઇસન્સ માટે ઓનલાઇન પરીક્ષા યોજાય છે. જેમાં પ્રશ્નો સ્વરૂપે, ચિહ્નો સ્વરૂપે વગેરે પ્રકારના પ્રશ્નો પુછાય છે, જે નીચે મુજબ છે.

1.કોઈ વાહને અકસ્માત કર્યા બાદ, કોઈ વ્યક્તિને ઈજા કરેલ હોય ત્યારે?
A. ઘાયલ વ્યક્તિને સારવાર મળી તે માટે તમામ પગલાં લેવા, ત્યાર બાદ 24 કલાકમાં પોલીસ સ્ટેશને રિપોર્ટ લખાવવો.

2. જે રોડ one way જાહેર થયેલ હોય ત્યાં?
A. ગાડીને કે વાહનને રિવર્સ ગીયરમાં વાહન ચલાવવું નહીં.

3. કાચા લાઈસન્સની મુદ્દત કેટલી હોય છે?
A. કાચા લાઇસન્સની મુદ્દત 6 મહિના હોય છે.

4.ટ્રાફિક સિગ્નલમાં લાલ લાઈટ શું દર્શાવે છે?
A. આ લાલ લાઈટ વાહન થોભાવોનું સૂચન કરે છે.

5. વળાંક નજીક હોય ત્યારે ઓવર ટેક કરવું?
A. હિતાવહ નથી.

ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષાની મહત્વની લિંક

  • વિભાગનું નામ : વાહન અને વ્યવહાર વિભાગ
  • અધિકૃત વેબસાઇટ : Click Here
  • લાઈસન્‍સ માટે સીધી લિંક : Click Here

Gujarat Driving Learning Licence PDF Download

ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી બુક નીચે આપેલ છે જેની મદદથી તમે કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરી શકશો.

FAQ : Gujarat Driving Licence

1. RTO ની ઓનલાઇન પરીક્ષામાં કયા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે? 
A. RTO ની ઓનલાઇન પરીક્ષામાં મુખ્યત્વે ટ્રાફિક નિયમો, વાહન ચલાવવાના નિયમો અને સલામતી સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવે છે. આ પ્રશ્નો ચિત્રો, ડાયાગ્રામ્સ અને સીધા પ્રશ્નોના રૂપમાં હોઈ શકે છે.

2. ઓનલાઇન પરીક્ષા પાસ કરવા માટે કેટલા પ્રશ્નો સાચા કરવા જરૂરી છે? 
A. કુલ 15 પ્રશ્નો હોય છે. 11 પ્રશ્નો સાચા કરવા ફરજિયાત છે. દરેક પ્રશ્ન માટે 45 સેકન્ડનો સમય મળે છે. આમાં ભવિષ્યમાં બદલાવ થઇ શકે છે.

3. ડ્રાઈવીંગ લાઇસન્‍સ માટે કેવી રીતે અરજી કરવાની હોય છે?
A. ગુજરાતમાં ડ્રાઇવીંગ લાઇસન્‍સ માટે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે.

4. ગુજરાતમાં નાગરિકોને લાઇસન્‍સ માટે કઈ અધિકૃત વેબસાઈટ છે?
A. વાહન અને વ્યવહાર માટે તમામ કામગીરી અને લાઇસન્‍સ માટે આ અધિકૃત વેબસાઈટ છે.

5. Sarthi Parivahn Sewa પર કઈ કઈ સેવાઓ ઉપલબ્ધ છે?
A. Learning Licence, Driving Licence, Conductor Licence, Driving School તથા ઓનલાઈન એપ્લિકેશન સ્ટેટસ જાણી શકો છો.

6. ઓનલાઇન પરીક્ષા માટે કઈ ભાષાઓમાં પ્રશ્નો ઉપલબ્ધ હોય છે? 
A. ઓનલાઇન પરીક્ષા માટે સામાન્ય રીતે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાઓમાં પ્રશ્નો ઉપલબ્ધ હોય છે. તમે તમારી પસંદગીની ભાષા પસંદ કરી શકો છો.

7. જો પરીક્ષામાં નાપાસ થઈ જાવ તો શું કરવું? 
A. જો તમે પરીક્ષામાં નાપાસ થઈ જાઓ તો ચિંતા કરવાની જરૂર નથી. તમે નિયત સમય પછી ફરીથી પરીક્ષા આપી શકો છો.

8. ઓનલાઇન પરીક્ષા માટે ક્યાંથી નોંધણી કરવી? 
A. ઓનલાઇન પરીક્ષા માટે નોંધણી કરવા માટે તમારે RTOની અધિકૃત વેબસાઇટ પર જવું પડશે. ત્યાં તમને પરીક્ષા માટે નોંધણી કરવાનો વિકલ્પ મળશે.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા બુક PDF એટલે કે Learning Licence Test Questions PDF in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer :

This information is for general knowledge and informational purposes only, and does not constitute professional advice. જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.
Join