CET Merit List Gujarat 2024 | કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મેરીટ લીસ્ટ

CET Merit List Gujarat 2024 | કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મેરીટ લીસ્ટ ગુજરાત

શું તમે ગુજરાત કોમન એન્ટ્રસ ટેસ્ટ મેરીટ લીસ્ટ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

CET Merit List Gujarat 2024ની વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પણ હવે આ અરતુરતાનો અંત થવા જઈ રહ્યો છે.

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મેરીટ લીસ્ટ વિશે ગુજરાતીમાં સંપૂર્ણ માહિતી રજુ કરી છે અને છેલ્લે CET Merit List Gujarat ની PDF પણ Download કરી શકશો.

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ-2024-25 પરીણામ જાહેરનામું

રાજય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરના તા.25/01/2024ના જાહેરનામા ક્રમાંક:રાપબો/CET/2024- 25/566-653થી જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ, રક્ષાશક્તિ સ્કુલ્સ અને મોડેલ સ્કુલ્સમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટના (CET) મેરીટના આધારે ધોરણ-6માં પ્રવેશ તેમજ જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું આયોજન તા.30/03/2024ના રોજ 10.30 થી 1.00 કલાકે રાજયના તમામ જિલ્લાઓમાં કરવામાં આવેલ હતું.

આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી તા.06/04/2024ના રોજ કચેરીની વેબસાઇટ www.sebexam.org પર મુકવામાં આવેલ હતી અને આ પરીક્ષાના કોઇ પ્રશ્ન / પ્રોવિઝનલ આન્સર કી ના ઉત્તર સામે ઉમેદવાર રજુઆત કરવા માગતા હોય તો નિયત પત્રકમાં તા.06/04/2024 થી તા.12/04/2024 સુધી તમામ વિગતો ભરીને જરૂરી માન્ય આધારો સાથે કચેરીના ઇ-મેઇલ એડ્રેસ sebg.query@gmail.com પર મોકલી આપવા સુચના આપવામાં આવેલ હતી.

ઉમેદવારો દ્વારા પેપરના કોઇ પ્રશ્ન / પ્રોવિઝનલ આન્સર કી ઉત્તર સામે મળેલ તમામ રજુઆતોને તજજ્ઞ સમિતિ સમક્ષ મુકવામાં આવેલ હતી. તજજ્ઞ સમિતિ દ્વારા તમામ રજુઆતો અને આધારોની ચકસણી કર્યા બાદ

આ પરીક્ષાની ફાઇનલ આન્સર કી કચેરીની વેબસાઇટ www.sebexam.org પર મુકવામાં આવેલ હતી.

રાજય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા તા.15/05/2024 (બુધવાર)ના રોજ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ-2024 (CET) નું પરીણામ જાહેર કરવામાં આવે છે.
  • કોમન એન્ટ્રન્સ ટેસ્ટ -2024 માં બેસનાર વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 534615.
  • A આ પરિણામમાં કુલ 273 શાળાઓના 301 વિદ્યાર્થીઓ 90% (108 કરતા વધુ ગુણ) કરતા વધુ ગુણ મેળવેલ છે.
  • આ પરિણામમાં કુલ 2505 શાળાઓના 3961 વિદ્યાર્થીઓ 80% (96 કરતા વધુ ગુણ ) કરતા વધુ ગુણ મેળવેલ છે.
  • આ પરિણામમાં કુલ 6685 શાળાઓના 14711 વિદ્યાર્થીઓ 70% (84 કરતા વધુ ગુણ) કરતા વધુ ગુણ મેળવેલ છે.
  • આ પરિણામમાં કુલ 12385 શાળાઓના 36708 વિદ્યાર્થીઓ 60% (72 કરતા વધુ ગુણ) કરતા વધુ ગુણ મેળવેલ છે.
  • ઉપરોકત વિગતો જોતાં મેરીટ યાદીમાં 50% (60 કરતા વધુ ગુણ) કરતા વધુ ગુણ મેળવનાર 18987 શાળાના 76044 વિદ્યાર્થીઓ પૈકીના વિદ્યાર્થીઓનો સમાવેશ સંભવતઃ થશે.
  • ઉપરોકત રક્ષાશક્તિ સ્કુલ્સમાં 25 % ખાનગી શાળાના વિદ્યાર્થીઓ એટલે કે, અંદાજીત 175 ખાનગી શાળાના વિદ્યાર્થીઓનો સમાવેશ થશે
CET Merit List Gujarat 2024 | કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મેરીટ લીસ્ટ ગુજરાત

સંબંધિત કચેરી દ્વારા ટુંક સમયમાં વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

CET Merit List Gujarat 2024 PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી CET Merit List Gujarat 2024 ની ડાયરેક pdf  Download કરી શકો છો.

CET કોમન એન્ટ્રન્સ ટેસ્ટ વિશે માહિતી

અભિનંદન! તમે CET મેરિટ લિસ્ટ ગુજરાત 2024 વિશે માહિતી શોધી રહ્યા છો. આ બ્લોગ તમને CET પરીક્ષાના પરિણામ, મેરિટ લિસ્ટ, કાઉન્સેલિંગ પ્રક્રિયા અને અન્ય મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડશે.

CET મેરિટ લિસ્ટ શું છે?

CET મેરિટ લિસ્ટ એ ઉમેદવારોની એક સૂચિ છે જેઓ CET પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે અને તેઓને વિવિધ શાળાઓ અને કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે પાત્ર છે. આ લિસ્ટ ઉમેદવારોના મેરિટના આધારે તૈયાર કરવામાં આવે છે.

CET મેરિટ લિસ્ટ કેવી રીતે જોવું?

તમે CET મેરિટ લિસ્ટ ગુજરાત 2024 રાજ્ય પરીક્ષા બોર્ડની અધિકૃત વેબસાઇટ પરથી જોઈ શકો છો. આ માટે તમારે તમારું બેઠક નંબર અને જન્મ તારીખનો ઉપયોગ કરી પરિણામ જોઈ શકશો.

મેરિટ લિસ્ટમાં શું હોય છે?

મેરિટ લિસ્ટમાં ઉમેદવારનું નામ, રેન્ક, રોલ નંબર, મેરિટ નંબર, કુલ ગુણ, વિષયવાર ગુણ અને અન્ય મહત્વપૂર્ણ માહિતી હોય છે.

કાઉન્સેલિંગ પ્રક્રિયા

મેરિટ લિસ્ટમાં નામ આવ્યા બાદ કાઉન્સેલિંગ પ્રક્રિયા શરૂ થાય છે. કાઉન્સેલિંગમાં ઉમેદવારોને તેમની પસંદગીની શાળાઓ પસંદ કરવાની તક મળે છે. કાઉન્સેલિંગ પ્રક્રિયા ઓનલાઇન અથવા ઓફલાઇન હોઈ શકે છે. જે માટે તમારે તમારી શાળાનો સંપર્ક કરવો.

મહત્વની તારીખો

  • પરીક્ષાની તારીખ: તા.30/03/2024
  • પરિણામ જાહેર થવાની તારીખ: તા.15/05/2024
  • કાઉન્સેલિંગની શરૂઆત: હવે તારીખ જાહેર થશે
  • કાઉન્સેલિંગની સમાપ્તિ: હવે તારીખ જાહેર થશે

CET પરીક્ષા અધિકૃત વેબસાઇટ

રાજ્ય પરીક્ષા બોર્ડ : https://sebexam.org

મહત્વની બાબતો

  1. મેરિટ લિસ્ટમાં નામ આવ્યા બાદ તમારે તમારી શાળાની મુલાકાત લેવી અને વધુ માહિતી મેળવવી.
  2. કાઉન્સેલિંગ દરમિયાન તમારી સાથે તમામ જરૂરી દસ્તાવેજો રાખો.
  3. કાઉન્સેલિંગની તારીખો અને સમયનું ધ્યાન રાખો.
  4. કોઈપણ પ્રકારની માહિતી માટે રાજ્ય પરીક્ષા બોર્ડની અધિકૃત વેબસાઇટ પર જુઓ.

CET મેરિટ લિસ્ટ ગુજરાત 2024 વિશે આ બ્લોગ તમને સંપૂર્ણ માહિતી પૂરી પાડે છે. જો તમારી પાસે કોઈ પ્રશ્ન હોય તો તમે રાજ્ય પરીક્ષા બોર્ડની અધિકૃત વેબસાઇટ પર જઈને સંપર્ક કરી શકો છો.

નોંધ: ઉપર આપેલી માહિતી માત્ર માર્ગદર્શન માટે છે. સચોટ માહિતી માટે રાજ્ય પરીક્ષા બોર્ડની અધિકૃત વેબસાઇટ પર જુઓ.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મેરીટ લીસ્ટ એટલે કે CET Merit List Gujarat 2024 વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer :

This information is for general knowledge and informational purposes only, and does not constitute professional advice. જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.
Join