સમાનાર્થી શબ્દો ધોરણ 7 | Samanarthi Shabd Dhoran 7 [PDF]

આજે અમે આ પોસ્ટ માં ધોરણ 7 માં આવતા તમામ ગુજરાતી સમાનાર્થી શબ્દો ધોરણ 7 નું લિસ્ટ આપેલ છે જે પાઠ(Chapter) વાઇઝ આપેલ છે. દરેક ચેપ્ટર નું નામ સાથે વિસ્તૃત માહિતી આપી છે.
નમસ્કાર મિત્રો, આજે અમે આ પોસ્ટ માં ધોરણ 7 માં આવતા તમામ ગુજરાતી સમાનાર્થી શબ્દો ધોરણ 7 નું લિસ્ટ આપેલ છે જે પાઠ(Chapter) વાઇઝ આપેલ છે. દરેક ચેપ્ટર નું નામ સાથે વિસ્તૃત માહિતી આપી છે જેનો તમે અભ્યાસ કરી શકો છો.

સમાનાર્થી શબ્દો ધોરણ 7 | Samanarthi Shabd Dhoran 7

ગુજરાતી વ્યાકરણમાં સમાનાર્થી શબ્દો અત્યારે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે Talati, Gram Sevak, Clerk, GPSC વગેરે અને ધોરણ 10 બોર્ડ, ધોરણ 12 બોર્ડ ની પરીક્ષામાં ગુજરાતી વિષયમાં પુછાતા હોય છે.

Samanarthi Shabd Standard 7 Semester 1 and 2

અહીં ધોરણ 7 સેમેસ્ટર 1 અને ધોરણ 7 સેમેસ્ટર 2 બંને સમાનાર્થી શબ્દો આવરી લેવામાં આવ્યા છે.

સમાનાર્થી શબ્દો દરેક દરેક ચેપ્ટર માં આવતા હોય છે અને પરીક્ષા માં પણ પુછાતા હોય છે. બધી જ સ્પર્ધાત્મક પરીક્ષા માં ફરજીયાત સમાનાર્થી શબ્દો પૂછતા હોય છે. તમને ખબર હશે હવે દરેક પાઠ ની પાછળ શબ્દસમજૂતી માં પાઠ માં આવતા દરેક સમાનાર્થી શબ્દો આપેલ હોય છે જે પહેલા એ 'ટીપ્પણ' ના નામથી આવતા હતા. નવા અભ્યાસમાં આ ફેરફાર થયો છે એટલે હવે શબ્દ સમજુતી રીતે આવે છે.

ગુજરાતી ધોરણ 7 પ્રથમ સત્ર સમાનાર્થી શબ્દો

[1] મેળામાં

  • આ ચિત્રપાઠ છે એટલે આમાં કોઈ સમાનાર્થી શબ્દો આવતા નથી.

[2] આજની ઘડી રળિયામણી

  • વહાલાજી - (અહીં) શ્રીકૃષ્ણે 
  • આલુંલીલું - થોડું લીલું-થોડું સૂકું, લીલુંસૂકું, (અહીં) ઉમદા પ્રકારના લીલા 
  • તરિયાતોરણ - ત્રણ જાતનાં (આસોપાલવ, આંબો, નાળિયેર) પાનનું તોરણ, જેમાં સાથે કસબના તારનું (કપડાનું) તોરણ પણ શોભા વધારવા માટે હોય છે. (અહીં) શોભાનાં તોરણ એ અર્થમાં 
  • બાર - (અહીં) બારણું, દ્વાર, 
  • મંગળ - શુભ પ્રસંગે ગવાતું ગીત 
  • સોહાગણ - સૌભાગ્યવતી, સધવા, સૌભાગ્યવતી (જેનો પતિ હયાત હોય તેવી સ્ત્રી) 
  • મલપતું - ઉમંગમાં ઠાઠથી ધીમે ધીમે ચાલતું 
  • રળિયામણું - સુંદર 
  • ઘડી - ક્ષણ, પળ 
  • ચોક પૂરવા - ચોકમાં સાથિયા પાડવા 
  • હિર હાથિયો - હાથીની જેમ મલપતી ચાલે આવતા શ્રીકૃષ્ણ

[3] પરીક્ષા

  • મોલ - પાક 
  • વાયરો - પવન 
  • સાંભરવા - માંડ્યો એકઠું કરવા લાગ્યો 
  • વીંજણો - પંખો 
  • ધણ - ગાયોનું ટોળું 
  • શિષ્યવૃત્તિ - તેજસ્વી વિદ્યાર્થનિ અભ્યાસ માટે મળતી આર્થિક ક્રમ 
  • વિદ્યાધિકારી - કેળવણી અધિકારી 
  • હેડક્લાર્ક - મુખ્ય કારકૂન 
  • ઉંબીઓ - ઘઉં, જવ ઇત્યાદિ ધાન્યનાં 
  • ડૂંડા - પસવારતાં પંપાળતાં 
  • હરાયું - રખડતું, છૂટું ફરતું, અંકુશ વગરનું મસ્તાન મદભર્યુ 
  • ઢેફાં - સૂકી માટીના મોટા ગાંગડા 
  • લાડનાં લટકાં - ગમતી બાબત

[4] બે ખાનાંનો પરિગ્રહ

  • પરિગ્રહ - જરૂરી ન હોય તેવું વાપરવા માટે ભેગું કરવું 
  • નિશ્ચય - નિર્ણય 
  • અસહ્ય - સહી ન શકાય તેવું 
  • ખેવના - કાળજી 
  • ભીડ - ગિરદી 
  • પોસાવું -પરવડવું 
  • સલૂન - ઘરના જેવી સગવડોવાળો રેલગાડીનો ખાસ ડબ્બો 
  • પ્રાયશ્ચિત - કરેલી ભૂલનો મનમાં પડેલો ડંખ દૂર કરવા જે કરીએ તે 
  • પૅસેન્જર - મુસાફર અમૂલ્ય કીંમતી

[5] રાનમાં

  • રાન - જંગલ 
  • ધોધમાર- પુષ્કળ, મોટી ધારાઓમાં 
  • વાછંટ - પવનની ગતિની સાથે વરસાદ ન પ્રવેશતો હોય તેવી જગ્યાએ ઊડતા વરસાદના છાંટા 
  • ઘટના -  (અહીં) બનાવ, 
  • દડદડવું -(  અહીં) પાણી પડવાનો અવાજ 
  • નેવું - છાપરાના છેડા ઉપરનાં નિળયાં જેમાંથી પાણી બહાર પડે છે તે 
  • ગહેકવું - આનંદની મસ્તીમાં આવી પંખીનું જોરથી બોલવું 
  • ટહુકવું - સામા પક્ષીને સંદેશો પહોંચાડવા પંખીનું બોલવું

[6] ભીખુ

  • ઠઠારો -સામાને આંજવા કે પ્રભાવિત કરવા માટેનો દેખાવ, 
  • ભપકો -(અહીં) ભીડ 
  • કમાન -ધનુષ્ય જેવા વળાંકવાળી રચના 
  • કંગાલ -ગરીબમાં ગરીબ 
  • રહેમ -દયા 
  • સરિયામ -બધા માટેનું જાહેર (અહીં) મુખ 
  • સહજ -સ્વાભાવિક 
  • શોફર -અંગત ઉપયોગમાં આવતો ડ્રાઈવર 
  • ઉગારી લેવું -બચાવી લેવું 
  • હાંફળું-ફાંફળું ગભરાયેલું, બેબાકળું 
  • દયામણું -દયા ઊપજે એવું 
  • જુલમ -(અહીં) ત્રાસ 
  • જીવનદોરી -આયુષ્યરૂપી દોરી, આવરદા 
  • કલદાર -(અહીં) ચાંદીનો રણકારવાળો સિક્કો રાણીછાપ બ્રિટનમાં રાણી વિક્ટોરિયાની છાપવાળો સિક્કો 
  • ભદ્ર -અમદાવાદમાં આવેલા ભદ્રના કિલ્લાનો વિસ્તાર 
  • વિલાસ -(અહીં) મોજમજા 
  • સ્વર -અવાજ 
  • તૃષ્ણા -ઇચ્છા 
  • અનિમેષ -મટકું પણ માર્યા વિના 
  • અનાયાસે -સહજ રીતે 
  • લીન -એક્થાન 
  • સમાધિ -ઊંડું ધ્યાન 
  • ઘેલછા -ધન 
  • લઘરવઘર- ચીંથરેહાલ 
  • બાનુ -સન્નારી, મૅડમ 
  • દૃઢ -મક્કમ

[7]  જીવનપાથેય

  • જીવનપાથેય -જીવનનું ઉપયોગી ભાથું, યોગ્ય માર્ગદર્શન 
  • શાખ -આબરૂ 
  • એલ.સી.ઈ. -ઇજનેરી પરીક્ષા પાસ કરનારને મળતી ડિગ્રી 
  • મામલતદાર -તાલુકાનું વસૂલાત સંબંધી કામ કરનાર અમલદાર 
  • મુનસફ -દીવાની ન્યાયાધીશ 
  • પ્રૉમિસરી નોટ -સરકારને રાજ્યના કામ માટે લોકો પાસેથી નાણાં લેવા પડે ત્યારે નાણાંને બદલે લખી અપાતું બાંયધરી પત્ર 
  • હીનતા -અધમતા હલકાપણું

[8] માલમ હલેસાં માર

  • માલમ -વહાણ હંકારનાર 
  • મેણું -કડવાં વેણ 
  • બળ્યો અવતાર- નકામો અવતાર 
  • જાવા -હિંદ મહાસાગરનો એક બેટ 
  • દે'ર -દિયર 
  • સિંહલદ્વીપ -શ્રીલંકા 
  • પદમણી -સુંદર અને ગુણિયલ સ્ત્રી 
  • પોંખવું -વધાવવું 
  • મતિ -બુદ્ધિ

[9]  બાનો વાડો 

  • નજીક ફૂંકવું -પાસે આવવું 
  • જાજરમાન -પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર 
  • તડકી-છાંયડી -સુખ અને દુઃખ 
  • તોતિંગ મોભ -વજનદાર મોભ 
  • ઘરનો આધાર તૂટી પડ્યો હતો -ઘરની મુખ્ય વ્યક્તિ મૃત્યુ પામી હતી. 
  • અખિલાઈ -સમગ્રતા 
  • છિન્નભિન્ન થઈ જશે -વેરણ-છેરણ થઈ જશે, નાશ પામશે 
  • કામઢા- ઉઘી, મહેનતુ 
  • અળપાવા દીધું નહિ -ઝાંખું પડવા દીધું નહિ; ટકાવી રાખ્યું 
  • અતિરેક થતાં -વધી પડતાં 
  • નિરંતર -હંમેશાં 
  • જીવનસ્ત્રોત -જીવનપ્રવાહ 
  • ઊમટી આવે છે -એકસાથે આગળ આવે - ધસી આવે છે, (અહીં) યાદ આવે છે. 
  • મોખરે -આગળ, પ્રથમ 
  • સુગંધનો દરિયો -પાર વિનાની સુગંધ 
  • ઔષધીય છોડ -દવા તરીકે કામ લાગતા છોડ 
  • ઔષધાલય -દવાખાનું 
  • ઇતર -બીજું અતીત અને વર્તમાન ભૂતકાળ અને વર્તમાનકાળ, પાછલું જીવન અને આજનું જીવન 
  • સ્મારક યાદગીરીનું - સ્મૃતિનું સ્થાન 
  • જિહ્વાગ્રે -જીભને ટેરવે 
  • ખેરાત કરે -દાન કરે, મફત આપે. 
  • ઝુરાપો -દૂર હોવાને કારણે મનમાં સતત રહેતો મળવાનો ભાવ 
  • આડેધડ -જેમ આવે એમ 
  • આશકા ગોડ-છોડની આસપાસની માટીને ખોદવી 
  • કલેશ -દુઃખ 
  • જીવનસૂત્ર -જીવનમંત્ર 
  • ચાકળી -નાની ગાગર 
  • તૃપ્ત થાય -પાણીથી તરબતર થાય 
  • વરસાદી ગાય -ગોકળગાય

[10] વલયની અવકાશી સફર

  • કાજળઘેરી -કાજળ (મેશ) જેવી કાળી 
  • સ્પેસ શટલ -અવકાશયાન 
  • અંડાકાર -ઈંડા જેવા આકારનું એ.સી. એરકન્ડિશનર (વાતાનુકૂલિત યંત્ર) 
  • વાઇબ્રેશન -ધ્રુજારી 
  • એકસ્ટ્રા ટેરેસ્ટ્રિઅલ -પૃથ્વી પર ન રહેતું - પરગ્રહવાસી 
  • પુશબટન -દબાવી શકાય એવું બટન 
  • એરિયલ -ધ્વનિ વગેરે વહન કરનારા મોજાને પકડવા માટે રેડિયો, ટી.વી. વગેરેનો હવામાં ઊંચે રખાતો તાર 
  • કન્ટ્રોલ બોર્ડ -સંદેશો ટાઇપ કરવા માટે કી-બોર્ડ જેવું સાધન 
  • જાસાચિઠ્ઠી -જાસાનું કારણ દર્શાવતી ચિઠ્ઠી, કંઈક માગણી અંગે ધમકી ભરી ચિઠ્ઠી 
  • અચંબો -નવાઈ 
  • દુભાષિયો -બે ભાષામાં વાત કરી શકે એ

ગુજરાતી ધોરણ 7 દ્વિતીય (બીજું) સત્ર સમાનાર્થી શબ્દો

[10] અખબારી નોંધ

  • ઉત્સુક -કશુંક જાણવા કે કશુંક કામ કરવા ઉતાવળું 
  • ઉમળકો -ગમતી વ્યક્તિ કે ગમતા કામ માટે ચહેરા પર થતો હરખ, વહાલ, હેતનો ઊભરો 
  • અદા -(અહીં) ફરજ બજાવવી 
  • સંક્ષિપ્ત -ટૂંકું 
  • શ્રદ્ધાંજલિ -શ્રદ્ધાપૂર્વક આપેલી અંજલિ 
  • શીર્ષક -લખાણનું મથાળું

[11] જનની

  • જનની -જન્મ આપનાર મા, માતા 
  • મધુ -મધ 
  • જુદેરી -ભિન્ન, અનોખી, લાડવાચક પ્રયોગ-સામાન્ય રીતે કવિતામાં પ્રયોજાય. 
  • અમીની અમૃતની 
  • દોહ્યલાં -દુર્લભ, સહેજે ન મળે તે શશી ચંદ્ર 
  • સોડ્ય -પડખું 
  • કોડ -હોંશ 
  • લ્હાણ -ખુશાલીના પ્રસંગે અપાતી ભેટ 
  • અચળા-ચળે નિહ તેવી, અચલા, સ્થિર, ફેરફાર ન થાય તેવી 
  • ચળતી -વધતી-ઓછી થતી 
  • ઉજાસ -પ્રકાશ, તેજ

[12] હાઈસ્કૂલમાં

  • જયેષ્ઠ -મોટા 
  • વૃત્તિ -(અહીં) શિષ્યવૃતિ 
  • સોરઠ -સૌરાષ્ટ્રનો એક પ્રદેશ, ભાદર નદીની દક્ષિણનો સમુદ્ર સુધીનો જૂનાગઢ જિલ્લાનો પ્રદેશ 
  • માનસિક -(અહીં) ભાષા, ગણિત, વિજ્ઞાન વગેરે વિષયો 
  • ગાફેલ -પોતાના હિત કે લોભની ચિંતા કે વિચાર કરનાર 
  • ગફલત -ભુલ 
  • નઠારું -ખરાબ 
  • અવગણના -ઉપેક્ષા, ધ્યાનમાં ન લેવું તે 
  • બીજું ધોરણ -અગાઉનું સ્ટાન્ડર્ડ સેકન્ડ, હાલનું છઠ્ઠું ધોરણ યુક્લિડ ઈ.સ. પૂર્વે 300માં ઇજિપ્તના ઍલેક્ઝાન્ડ્રિયામાં થઈ ગયેલા 
  • યુક્લિડ -નામના અભ્યાસી, જેણે ભૂમિતિના કેટલાક સિદ્ધાંત સ્થાપ્યા. પ્રમેય ભૂમિતિના કોઈ સિદ્ધાંતને સાબિત કરવા માટેની તાર્કિક પદ્ધતિ 
  • હિબ્રૂ -યહૂદી પ્રજાની પ્રાચીન - મૂળ ભાષા

[13] ભમીએ ગુજરાતે : દક્ષિણ ભણી

  • ઘેરિયા ઘેરૈયા, હોળી ખેલવા નીકળેલો ઘેરમાંનો માણસ 
  • ગણિયો ઢીંગણો પણ વેગથી ચાલતો એક જાતનો બળદ 
  • લોલવિલોલ સૌંદર્યો 
  • ત્રણ પ્રખ્યાત નના કવિ નર્મદ, વિવેચક નવલરામ અને નવલકથાકાર નંદશંકર મહેતા 
  • આગ રેલમાં ભાંગેલું સને 1837ના એપ્રિલમાં મોટી આગથી અને સને 1838માં મોટી રેલથી ખુવાર થયેલું 
  • લૂંટે લૂંટાયેલું સને 1664માં શિવાજી દ્વારા લૂંટાયેલું 
  • થર્મોપોલી ગ્રીકવાસીઓ પર ઈરાનીઓએ આક્રમણ કરેલું, ત્યારે લોકશાહીના રક્ષણ માટે ગ્રીકો વતી લિયોનિડાસે ગરમ પાણીના ઝરાવાળા આ સાંકડા મશહૂર મેદાનમાં ઉગ્ર લડત આપી હતી. 
  • ફરસિયા ફ્રાન્સના વતની, ફ્રેન્ચ વલંદા હોલેન્ડના વતની, ડચ 
  • ખૂંટો બેસાડ્યો પાયો નાખ્યો, થાણું નાખ્યું, કોઠી નાખી 
  • વેડ, ડભોલી અને સીંગણપોર એ નામનાં ત્રણ ગામો 
  • ઢેફાળા ઢેખાળા અને ઢેફા બેના મિશ્રણથી બનેલો શબ્દ 
  • હેરિયું બાકામાંથી છિદ્રમાંથી પડતું સૂર્યનું કિરણ 
  • તૈલધારાવતુ તેલની ધાર પાણી પર પડે તોય તે અલગ રહે છે તેમ

[14] આવ, ભાણા આવ !

  • શૈશવ -બાળપણ 
  • યાતના -જેમાં રિબાવાનું થાય તેવું દુઃખ, પીડા, કષ્ટ 
  • માનસપટ -મનનો પડદો, ચિત્ત ઉપર જટિલ જલદી ન ઉકેલી શકાય તેવી, મુશ્કેલ 
  • સમસ્યા -કોયડો, પ્રશ્ન 
  • અસ્તિત્વ -હયાતી, હસ્તી 
  • મહાલવાની -મોજ કરવાની 
  • તીવ્ર -ખૂબ જ, અતિશય 
  • નેપોલિયન -વિશ્વવિજેતા બનવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતો ફ્રાન્સનો એક શાસક 
  • સગથળી -બૂટની અંદર નાખવામાં આવતું નરમ-છૂટું પડ; સુખતળી, સખતળી 
  • પરમાણું -માપ (અહીં) બૂટનું માપ 
  • પ્રૉજેક્ટ યોજના -(અહીં) બૂટ ખરીદવાની યોજના 
  • અસહ્ય -સહન ન થાય તેવું 
  • ઉત્કંઠા -આતુરતા 
  • ભગ્નહૃદય -ભાંગેલ હૈયે, નિરાશ મનથી 
  • વેણ -વચન 
  • આક્રોશ -ગુસ્સો 
  • ધૂંઆપૂંઆ -આવેશ કે ગુસ્સાથી બાવરું બનેલું, ધૂંવાધૂંવાં 
  • ઓઠું -બૂટ તૈયાર કરવાનું તેના માપનું અને તેના આકારનું લાકડાનું સાધન, બીબું (અહીં)બૂટનું બીજું અવાચક મૂંગા થઈ જવું તે, ચૂપ થઈ જવું તે 
  • અવિરત -સતત, વિરામ લીધા વિના 
  • તપશ્ચર્યા -તપસ્યા, તપ 
  • અનહદ હદ -વગરનું, પાર વિનાનું, ખુબ 
  • વિષાદ -ખેદ, નિરાશા, શોક 
  • વાયદા -મુદત (અહીં) કામ પૂરું કરવા અંગે મુદત આપ્યા કરવી તે 
  • વાધરી -ચામડાની સાંકડી પટ્ટી કે દોરી 
સમાનાર્થી શબ્દો ધોરણ 7 | Samanarthi Shabd Dhoran 7

[15] ગ્રામમાતા

  • ગ્રામમાતા - ગામડાની સ્રી 
  • સુરખી - આછી લાલાશ 
  • મૃદુ - કોમળ 
  • હેમંત - એક ઋતુનું નામ; શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત-એ છ ઋતુઓમાંની એક ઋતુ; માગશર ને પોષ મહિનાની ઋતુ 
  • અનિલ - પવન 
  • શો - કેવો 
  • ઉત્સાહ - હોશ, 
  • આનંદ - ઉમંગ પ્રેરતો ઉમંગ-ઉત્સાહ જગાવતો 
  • કૃપીવલોનાં - ખેડૂતોનાં 
  • કમલવતુ - કમળ જેવા 
  • નિજ - પોતાના 
  • કર - હાથ (અહીં) કિરણ 
  • કતાએ - કરનારે (અહીં) ભગવાને, જગત રચનારે 
  • વિકાસી - પહોળાં કરીને 
  • કુતૂહલે - આશ્ચર્યથી, કૌતુકથી 
  • શિથિલ - ઢીલા (અહીં) વૃદ્ધાવસ્થાને કારણે અશક્ત 
  • કૃષિક - ખેડૂત નૃપા તેરસ 
  • પાત્ર - વાસણ, પ્યાલો 
  • બિન્દુ - ટીપું 
  • હાવાં - હવે 
  • રસહીન - રસ વગરની 
  • દયાહીન - દયા વગરનો 
  • નૃપ - રાજા 
  • ઈશ - ઈશ્વર 
  • મિષ્ટ - મીઠો 
  • દ્રવ્યવાન -શ્રીમંત, ધનવાન 
  • ધરો - ધરતી, જમીન 
  • કાતળી - શેરડીના સાંઠાનો નાનો ટુકડો

[16] સિંહની દોસ્તી

  • ઘૂનો - ઊંડા પાણીવાળી જગ્યા 
  • વાંસજાળ પાણી - વાંસ જેટલાં ઊંડાં પાણી 
  • શેલારો - પાણીમાં આગળ ધપવા શરીરનો હેલારો મારવો તે 
  • બેલાડ - જોડું 
  • વૈકૂર - રેતી સંચળ 
  • સંચાર - અવાજ

[17] જીવરામ ભટ્ટ

  • મોતી વીધ છે - મોતી વીંધી શકે એવી તેજસ્વી આંખો છે. 
  • ગરજ - ખપ, જરૂર, સ્વાર્થ 
  • સૂરદાસજી - (અહીં) અંધ 
  • કબૂલ - મંજૂર, માન્ય 
  • તદબીર - યુક્તિ, ઉપાય 
  • શિરસ્તો - પ્રથા, રિવાજ

[18] સોના જેવી સવાર

  • ટશરે - કુમળા પાનની ઝીણી લાલ રેખામાં, લાલ રેખાવાળા કુમળા પાનમાં 
  • ટમકવું - ધીમા-આછા પ્રકાશથી ચમકવું 
  • રણકી - રણકારા કર્યા. 
  • પનઘટ - જ્યાં સ્ત્રીઓ પાણી ભરતી હોય તે કૂવો, જળાશય કે તળાવનો ભાગ, કુવો વગેરે 
  • ઝબકી - ચમકી 
  • છલકી - છલકાઈ, ઊભરાઈ લળતી ઉમંગથી ઝુકતી આવી. 
  • ઢળતી - નમી પડતી (અહીં) વાદળને રંગોથી રંગતી 
  • ગહેકી - મહેકી ઊઠી, હરખાઈ ઊઠી. 
  • મહેકી - સુગંધ ફેલાવી. 
  • તાજપથી - તાજગીથી 
  • પૂગી - પહોંચી

[19] પાંચ દાણા

  • દેશાવર - પરદેશ 
  • ગણતરીવાળા - ઝીણી બાબતોની દરકાર કરનાર 
  • ઘરની રાણી - ગૃહિણી 
  • અઢળક - પુષ્કળ 
  • ઘરરખુ - ઘર-ઘરવ્યવહાર- સાચવનારી 
  • પારખું - પરીક્ષા 
  • ડાંગર - એક ધાન્ય, જેમાંથી ચોખા નીકળે છે. 
  • જતન -જેને સાચવવાનું છે, તેને કશું થાય નહિ તેની સતત જાગૃતિ 
  • ઉર્જાછળી - ઉત, શરમ વિનાની 
  • છીછરી બુદ્ધિની - કાચી-અપરિપક્વ બુદ્ધિની 
  • મર્મ - રહસ્ય, તાત્પર્ય લહેરી તરંગી, ઉડાઉ 
  • મામૂલી - તુચ્છ, સામાન્ય, સાધારણ 
  • ચતુર - સમયસંજોગો સમજીને એ પ્રમાણે ગણતરીથી બુદ્ધિપૂર્વક વર્તનાર

[20] સુભાષિતો

  • એકલ - એકલાં 
  • ઝૂઝત - જોરથી લડવું 
  • જંગ - મોટી લડાઈ, યુદ્ધ 
  • ખેરાત - દાન 
  • યાચક - માગણ 
  • પ્રસરત - (અહીં) પ્રસરવું, ફેલાવું તે 
  • ચેહ - મડદાની ચિતા 
  • ખટરાગ - (અહીં) કજિયો, અણબનાવ 
  • ઈરખા - ઈર્ષા

ગુજરાતી સમાનાર્થી શબ્દો ધોરણ 7 PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Samanarthi Shabd Satandard 7 ની ફ્રી pdf  Download કરી શકો છો.

Frequently Asked Question(FAQ) : 

Q. સમાનાર્થી શબ્દો એટલે શું?
Ans. અર્થ અને પ્રયોગ શબ્દો જુદા જુદા હોય પણ અર્થ એક જ હોય તેવા શબ્દોને 'સમાનાર્થી શબ્દો' કહે છે.

Q. અહીં આપેલ સમાનાર્થી શબ્દો માંથી અમુક શબ્દ કઈ રીતે શોધવો?
Ans. તમે તારા મોબાઈલ ની સ્ક્રીન ની જમણી બાજુ મેનુ માંથી 'Find Search' પસંદ કરી સમાનાર્થી શબ્દો શોધી શકશો.

Q. How Samanarthi Shabd search in Gujarati?
Ans. સમાનાર્થી શબ્દો શોધવા બ્લોગ ની ઉપર 'Search box' નો ઉપયોગ કરી શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં સમાનાર્થી શબ્દો ધોરણ 7 વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer :

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.
Join