સમાનાર્થી શબ્દો ધોરણ 5 | Samanarthi Shabd Dhoran 5 [PDF]

આ આર્ટીકલમાં ગુજરાતી સમાનાર્થી શબ્દો ધોરણ 5 વિશે સંપૂર્ણ માહિતી આપી છે. Samanarthi Shabd Standard 5 ની ફ્રી pdf પણ Download કરી શકશો.

નમસ્કાર મિત્રો, આજે અમે આ પોસ્ટ માં ધોરણ 5 માં આવતા તમામ ગુજરાતી સમાનાર્થી શબ્દો ધોરણ 5 નું લિસ્ટ આપેલ છે જે પાઠ(Chapter) વાઇઝ આપેલ છે. દરેક ચેપ્ટર નું નામ સાથે વિસ્તૃત માહિતી આપી છે જેનો તમે અભ્યાસ કરી શકો છો.

સમાનાર્થી શબ્દો ધોરણ 5 | Samanarthi Shabd Dhoran 5

ગુજરાતી વ્યાકરણમાં સમાનાર્થી શબ્દો અત્યારે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે Talati, Gram Sevak, Clerk, GPSC વગેરે અને ધોરણ 10 બોર્ડ, ધોરણ 12 બોર્ડ ની પરીક્ષામાં ગુજરાતી વિષયમાં પુછાતા હોય છે.

Samanarthi Shabd Standard 5 Semester 1 and 2

અહીં ધોરણ 5 સેમેસ્ટર 1 અને ધોરણ 5 સેમેસ્ટર 2 બંને સમાનાર્થી શબ્દો આવરી લેવામાં આવ્યા છે.

સમાનાર્થી શબ્દો દરેક દરેક ચેપ્ટર માં આવતા હોય છે અને પરીક્ષા માં પણ પુછાતા હોય છે. બધી જ સ્પર્ધાત્મક પરીક્ષા માં ફરજીયાત સમાનાર્થી શબ્દો પૂછતા હોય છે. તમને ખબર હશે હવે દરેક પાઠ ની પાછળ શબ્દસમજૂતી માં પાઠ માં આવતા દરેક સમાનાર્થી શબ્દો આપેલ હોય છે જે પહેલા એ 'ટીપ્પણ' ના નામથી આવતા હતા. નવા અભ્યાસમાં આ ફેરફાર થયો છે એટલે હવે શબ્દ સમજુતી રીતે આવે છે.

ગુજરાતી ધોરણ 5 પ્રથમ સત્ર સમાનાર્થી શબ્દો

Chapter: 1 - ચબુતરો

  • આ ચિત્રપાઠ છે એટલે આમાં કોઈ સમાનાર્થી શબ્દો આપેલ નથી.

Chapter: 2 - પર્વત તારા

  • ખંભા - ખભા
  • સરવર - કુદરતી રીતે બનેલું સરોવર, તળાવ
  • વિશાળું - વિશાળ, ઘણું મોટું
  • રળિયાત - (અહીં) સુંદર
  • તરણું - તણખલું
  • નાદ - સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ
  • સોગાદ - ભેટ
  • આગિયા - રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું
  • ત્રાડ - ગર્જના

Chapter : 3 - મહેનતનો રોટલો

  • પગરખાં - પગનું રક્ષણ કરનાર, ચંપલ, જોડા
  • હરામનો - મહેનત વગરનો
  • પારસમણિ - લોકમાન્યતા મુજબ સ્પર્શ માત્ર થી લોખંડ ને સોનામાં બદલી નાખનાર મણી
  • ગમ - સમજ
  • ગર્વ - અભિમાન, અહંકાર, મદ, બડાઈ

Chapter : 4 - સુંદર સુંદર

  • સરિતા - નદી
  • વિષ્ણુ - ભગવાન
  • ઉષા - સવારે સૂર્ય ઊગતાં પહેલાં પૂર્વ આકાશમાં દેખાતા આછા રંગો, પરોઢ, સવાર
  • નિશા - રાત
  • ઉપવન - બગીચો
  • ગિરિવર - પર્વત
  • સમીર - પવન
  • હૈયું - દિલ

Chapter: 5 - શરદીના પ્રતાપે

  • કંઠ - ગળું
  • અસલથી - પહેલાંથી
  • પક્ષપાત - તરફદારી
  • અશક્ત - નબળા
  • તલ્દી - તકલીફ, મહેનત
  • કોકો - નાળિયેરીના જેવા એક ઝાડના બીજની ભૂકી, જેનું પીણું બનાવાય છે.
  • અલબત્ત - જોકે
  • મહેરબાન - હિત તેમજ ભલું ઇચ્છનાર અને કરનાર

Chapter: 6 - નર્મદામૈયા

  • પંખીની પાંખે ને પાણીના પ્રવાહ - વહેતા પાણી પર ઊંચેથી નજર રાખીને, પ્રવાહની જેમ ધસમસતાં
  • ધસારાબંધ - ઉતાવળે વહેતી
  • સ્તોત્ર - (દેવી - દેવતાની) છંદોબદ્ધ સ્તુતિ
  • ત્વદીય પાદપંકજં નમામિ દેવિ નર્મદે! - હે દેવિ નર્મદામૈયા! તારાં ચરણકમળમાં હું નમન કરું છું.
  • જબલપુર - મધ્યપ્રદેશનું શહેર
  • નૌકાવિહાર - હોડીમાં બેસીને ફરવું - સહેલગાહ કરવી તે ચોસઠ જોગણી - ચોસઠ યોગિની, આપણે ત્યાં પુરાણોમાં જોગણીની સંખ્યા ચોસઠ છે એવી માન્યતા છે.
  • ગૌરીશંકર - દેવી પાર્વતી અને ભગવાન શંકર
  • ઠેર ઠેર - ઠેકાણે ઠેકાણે, સ્થળે સ્થળે
  • મુશળધાર - (મુશળ એટલે સાંબેલું) સાંબેલા જેવી જાડી ધાર (અહીં વરસાદ)
  • મેઘધનુષ્ય - ધનુષ્યના જેવું અર્ધગોળ, સાત રંગોમાં દેખાતું રમણીય દૃશ્ય, ગામલોકો તેને ‘કાચબી' પણ કહે છે શંખજીરું - એક સફેદ ચીકણો પથ્થર
  • ઈટારસી, હોશંગાબાદ - મધ્યપ્રદેશનાં શહેરો
  • વિદ્યુત - વીજળી
  • બેટ - નદી કે દરિયામાં વચ્ચે આવેલો જમીન - ભાગ શૂલપાણેશ્વર મહાદેવ - ત્રિશૂળધારી શિવ
  • સુખાકારી - સુખી હાલત, તંદુરસ્તી
  • શુક્લતીર્થ - નર્મદાકિનારે આવેલું પ્રાચીન તીર્થ
  • લોકમાતા - લોકોનું ભરણપોષણ કરનારી, ઉછેરનાર માતા (નદી માટેના કાકા કાલેલકરે આ શબ્દ પ્રચલિત કર્યો છે)
  • જીવાદોરી - જીવનનો મુખ્ય હોય આધાર તે

Chapter: 7 - અલ્લક દલ્લક

  • ઝાંઝર - પગે પહેરવાનું એક ઘરેણું
  • રઢિયાળો -આંખ ઠારે તેવો, સુંદર, મનમોહક
  • જમના - યમુના
  • મલ્લક - મલક, પ્રદેશ
  • ઝળકે - ચમકે
  • ઝલ્લક ઝલ્લક - ઝળક ઝળક
  • ચગ્યો છે - ખૂબ ઝડપ થી ગોળ ગોળઅ ફરી રહ્યા છે, સરસ રીતે ખેલાઈ રહ્યો છે.
  • ઢોલક - ઢોલ
  • આલને -આપને
  • કાનો - કનૈયો, બાળકૃષ્ણ
  • ચરિતર -ચરિત્ર
  • ગોપીજનવલ્લભ - ગોપીઓના વહાલા કૃષ્ણ
  • કદંબ - એક વૃક્ષનું નામ
  • બંસી - વાંસળી
  • અલપ ઝલ્લપ - અલપ ઝલપ, દૂરથી અછેરું સંભળાય તે રીતે

ગુજરાતી ધોરણ 5 દ્વિતીય (બીજું) સત્ર સમાનાર્થી શબ્દો

Chapter: 8 - ચરણોમાં

  • ઉગમણે - સૂરજની ઊગવાની દિશામાં
  • આભમાં - આકાશમાં, ગગનમાં
  • ઉમંગ - ઉત્સાહ, હોંશ, આનંદ
  • વગડા (નાં) - જંગલ કે વેરાન પ્રદેશ (નાં)
  • ચોપાસે - ચારે બાજુએ
  • ઊઘડે મેદાન - મેદાન ખુલ્લું થાય, વિશાળ મેદાન દેખાવા લાગે (સૂર્યનો પ્રકાશ રેલાતાં પહાડ - મેદાન વગેરે સ્પષ્ટ દેખાય – ખુલ્લાં થાય છે.)
  • કલ્પનાને દોર - કલ્પનાના આધારે, કલ્પનાની મદદથી
  • ચકચૂર - (અહીં) ધરતીની સુગંધથી પવન મસ્તીભર્યો લાગે છે તેનો ઉલ્લેખ છે.
  • ઝીણેરા - સાવ બારીક, તદન ઝીણા
  • છલંગ - લાંબો કૂદકો, ઠેકડો, ફલંગ
સમાનાર્થી શબ્દો ધોરણ 5 | Samanarthi Shabd Dhoran 5 [PDF]

Chapter: 9 - કદર

  • કુંજાર - ઝાડ તેમજ વનરાજિથી ઘટાદાર
  • રૂડપ - સુંદરતા
  • ઓલદોલ - (અહીં) દિલાવર
  • વાંસણી - સિક્કા સાચવી રાખવાની પટ્ટા જેવી કોથળી ખપતો - વેચાતો
  • વારબરથી - મુસાફરી દરમિયાન ખરચવાની રકમ
  • જાતવંત - ઊંચી ખાનદાન ઓલાદનું
  • વેગળું - જુદું, અલગ
  • પાણીપંથા - પૂરના પાણીની ઝડપે દોડનાર (થોડા)
  • રાંગ વાળી - સવારી કરી
  • ખોરાકી - જીવન જરૂરિયાતની વસ્તુ
  • ફિરસ્તો - દેવદૂત , પેગંબર
  • ઝંઝાળ્યું - (અહીં) બંદૂક
  • જોગાણ - ઘોડા, બળદ વગેરેને ખાવાનું અનાજ, ખાણ ભલીભાત્યે - સારી રીતે
  • બોકાસાં - રાડ, બૂમ
  • ટાંપ - (અહીં) ફોજ
  • મશ - લાચારી
  • ખેસ - ખભે નાખવાનું વસ્ત્ર
  • વાધ - ચામડાની દોરી
  • ધણ - (ગાયોનું) ટોળું
  • ઝણ - ઝીણી રજકણ
  • સાફો - ફેંટો
  • બાર - દિશા
  • કળાવું - દેખાવું
  • વાસીદું - ઢોરના છાણ સાથેનો કચરો
  • ફરમાન - આદેશ, હુકમ
  • ગનો - ગુનો, વાંક
  • ભેર - મદદ, સહાય
  • કસવાળું કેડિયું - (બટનને બદલે વપરાતી) દોરીવાળું અંગરખું
  • ઉપાધિ - (અહીં) ચિંતા
  • તારીફ - વખાણ, પ્રશંસા
  • સૂબો - ઈલાકા કે પ્રાંતનો સૂબેદાર (ઉપર)
  • લેખ - કરાર, દસ્તાવેજ
  • યાવચેંદ્રદિવાકરો - સૂર્ય અને ચંદ્ર હોય ત્યાં સુધી
  • બક્ષિસ - ભેટ
  • માન મરતબો - માન મોભ

Chapter: 10 - ભૂલની સજા

  • ગર્વ - પોતાની કે અન્યની કોઈ વિશેષતા માટેનો અહોભાવ, અભિમાન
  • જિજ્ઞાસુ - જાણવાની ઇચ્છાવાળું
  • વાછટ - પવનથી ઊડેલા વરસાદના છાંટા
  • આત્મસંઘર્ષ - જાત સાથે મથામણ
  • ફેટ આઉટ - ઝાંખો પ્રકાશ
  • ગફલત - ભૂલ બારી
  • વાટે - બારીમાંથી
  • દશા - હાલત, સ્થિતિ
  • પરિસ્થિતિ - આજુબાજુની સ્થિતિ, સંજોગ
  • બેદરકાર - કાળજી વગરનું
  • એકરાર - કબૂલાત

Chapter: 11 - હિંડોળો

  • હિંડોળો - હીંચકો, ઝૂલો
  • રૂપે - ચાંદી
  • કડલું - પગનું એક ઘરેણું, કલ્લે
  • બાજુબંધ - બાવડા પર પહેરવાનું એક ઘરેણું
  • બેરખો - રુદ્રાક્ષના મોટા મણકાની માળા
  • કિનખાબી -જરીબુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ
  • સુરવાલ - પાયજામો, ચોરણો
  • પિત્તળિયું - પિત્તળ નામની ધાતુમાંથી બનેલું
  • પલાણ - ઘોડાની પીઠ પર નાખવાનું આસન
  • રાઠોડી - રાજપૂતોની એક જાતિને લગતું
  • મોજડી - નાજુક કે કસબી પગરખું
  • ચટકંતુ - (અહીં) રુઆબદાર, ભપકાદાર
  • મેવાડી - મેવાડનું
  • મોળિયું -કસબી ફેંટો
  • વેઢ - બેથી વધારે આંટાવાળી વાળાની વીંટી

Chapter: 12 - અપંગના ઓજસ

  • ઓજસ - માણસના વિશેષ કે ખાસ ગુણ, બળ, પ્રતિભા, તેજ
  • નિષ્ક્રિય - ક્રિયારહિત, ક્રિયા ન કરતું હોય તેવું
  • નિર્ધાર - અગાઉથી ધારેલું, નિર્ણય
  • કૅલિપર્સ - લકવાના દર્દીએ આધાર માટે પહેરવું પડતું સાધન પારંગત - હોશિયાર, પ્રવીણ
  • ઑલિમ્પિક - દર ચાર વર્ષે યોજાતો વિશ્વ રમતોત્સવ
  • વિક્રમ - કોઈ પણ સ્પર્ધાત્મક ક્ષેત્રમાં નોંધાયેલી મહત્તમ સિદ્ધિ
  • પુરુષાર્થ - ઉદ્યમ, મહેનત

Chapter: 13 - ભારતરત્ન ડો.આંબેડકર

  • પોરસાયેલા -પ્રસન્ન થયેલા
  • અદમ્ય - દાબી ન શકાય તેવું
  • જ્ઞાનયજ્ઞ - જ્ઞાનરૂપી યજ્ઞ
  • ફુરસદ -વધારાનો સમય, નવરાશ
  • દુર્લભ - સહેલાઈથી ન મળે તેવું
  • પાક્ષિક - દર પખવાડિયે પ્રકાશિત થતું સામયિક
  • ઉન્નતિ - પ્રગતિ, વિકાસ
  • આભૂષણ - ઘરેણું
  • નિધિ - ફાળો (ખજાનો)
  • પરિનિર્વાણ - અવસાન
  • ઇલકાબ - માન બતાવવા સરકાર તરફથી અપાતું સન્માન, ચંદ્રક
  • મરણોત્તર - મૃત્યુ પછીનું
  • ગુરુમંત્ર - ગુરુ દ્વારા અપાતો મંત્ર

Chapter: 14 - ઊંડે રે ગુલાલ

  • ઘેરૈયો - હોળી ખેલવા નીકળેલો , ઘેરૈયામાંનો માણસ પિચકારી - પાણીની શેડ છોડવાનું ભૂંગળી જેવું એક સાધન મરજાદા - અદબ, સભ્યતા, મર્યાદા
  • લોપી - લોપ કરી, અળગી મૂકી
  • ધાણી - શેકવાથી ફૂટેલા અનાજના દાણા, અનાજના દાણા શેકીને બનાવેલી વસ્તુ
  • ચૂંદલડી - ચૂંદડી, એક જાતનું ભાતીગળ રેશમી લૂગડું ધોતલડી - ધોતિયું, થેપાડું
  • નખરાં - ચેષ્ટા, ચાળા
  • લાગો - દાપુ, હકસાઈ, પોતાના હકની રકમ કે વસ્તુ

Chapter: 15 - સુભાષિતો

  • જાતે - પોતે
  • ઝૂઝવું (કામમાં) - મચ્યા રહેવું , જોરદાર લડત આપવી ઉદ્ધરનું - સંકટ કે આફતમાંથી છૂટવું મુક્ત થવું
  • આવ - આવકાર, આદર, સન્માન
  • નયનમાં - આંખમાં
  • નેહ - સ્નેહ, પ્રેમ
  • શીતળ - ઠંડું
  • બાંધવા - ભાઈ , સગા
  • બાંય - હાથ ( અહીં ) મદદ , સહકારના અર્થમાં
  • ભાગ્ય - નસીબ
  • દીસે - દેખાય
  • ચલત્તનું - ચાલનારનું
  • ઉદ્યમ - મહેનત
  • ખંત - ચીવટપૂર્વક લાગ્યા મંડ્યા રહેવાનો મહેનતુપણાનો ગુણ, ચીવટ, કાળજી, હોંશ
  • ફોગટ - નકામું, વ્યર્થ

ગુજરાતી સમાનાર્થી શબ્દો ધોરણ 5 PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Samanarthi Shabd Satandard 5 ની ફ્રી pdf  Download કરી શકો છો.

Frequently Asked Question(FAQ) : 

Q. સમાનાર્થી શબ્દો એટલે શું?
Ans. અર્થ અને પ્રયોગ શબ્દો જુદા જુદા હોય પણ અર્થ એક જ હોય તેવા શબ્દોને 'સમાનાર્થી શબ્દો' કહે છે.

Q. અહીં આપેલ સમાનાર્થી શબ્દો માંથી અમુક શબ્દ કઈ રીતે શોધવો?
Ans. તમે તારા મોબાઈલ ની સ્ક્રીન ની જમણી બાજુ મેનુ માંથી 'Find Search' પસંદ કરી સમાનાર્થી શબ્દો શોધી શકશો.

Q. How Samanarthi Shabd search in Gujarati?
Ans. સમાનાર્થી શબ્દો શોધવા બ્લોગ ની ઉપર 'Search box' નો ઉપયોગ કરી શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં સમાનાર્થી શબ્દો ધોરણ 5 વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer :

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

Site is Blocked
Sorry! This site is not available in your country.