સમાનાર્થી શબ્દો ધોરણ 4 | Samanarthi Shabd Dhoran 4 [PDF]

સમાનાર્થી શબ્દો ધોરણ 4 | Samanarthi Shabd Dhoran 4 [PDF]

આ પોસ્ટ માં ધોરણ 4 માં આવતા તમામ ગુજરાતી સમાનાર્થી શબ્દો ધોરણ 4 નું લિસ્ટ આપેલ છે જે પાઠ(Chapter) વાઇઝ આપેલ છે. દરેક ચેપ્ટર નું નામ સાથે વિસ્તૃત માહિતી આપી છે જેનો તમે અભ્યાસ કરી શકો છો.

સમાનાર્થી શબ્દો ધોરણ 4 | Samanarthi Shabd Dhoran 4

ગુજરાતી વ્યાકરણમાં સમાનાર્થી શબ્દો અત્યારે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે Talati, Gram Sevak, Clerk, GPSC વગેરે અને ધોરણ 10 બોર્ડ, ધોરણ 12 બોર્ડ ની પરીક્ષામાં ગુજરાતી વિષયમાં પુછાતા હોય છે.

Samanarthi Shabd Standard 4 Semester 1 and 2

સમાનાર્થી શબ્દો દરેક દરેક ચેપ્ટર માં આવતા હોય છે અને પરીક્ષા માં પણ પુછાતા હોય છે. બધી જ સ્પર્ધાત્મક પરીક્ષા માં ફરજીયાત સમાનાર્થી શબ્દો પૂછતા હોય છે. તમને ખબર હશે હવે દરેક પાઠ ની પાછળ શબ્દસમજૂતી માં પાઠ માં આવતા દરેક સમાનાર્થી શબ્દો આપેલ હોય છે જે પહેલા એ 'ટીપ્પણ' ના નામથી આવતા હતા. નવા અભ્યાસમાં આ ફેરફાર થયો છે એટલે હવે શબ્દ સમજુતી રીતે આવે છે.

અહીં ધોરણ 4 સેમેસ્ટર 1 અને ધોરણ 4 સેમેસ્ટર 2 માં આવતા સમાનાર્થી શબ્દો આવરી લેવામાં આવ્યા છે.

ગુજરાતી ધોરણ 4 સમાનાર્થી શબ્દો

Chapter : 1 - નાવડી ચાલી

  • પીલું - મરધીનું બચ્ચું

Chapter : 2 - ઠંડી

  • બંડી - (અહીં) એક પ્રકારનું પહેરણ
  • અડકો - દડકો એક બાળરમત
  • હૂંફ - ગરમાવો
  • ઘારી એક - મીઠાઈનું નામ

Chapter : 3 - સાચી હજ

  • હજ - મુસલમાનો દ્વારા થતી મક્કાની પવિત્ર યાત્રા
  • ફરિસ્તો - દેવદૂત
  • આશ્ચર્ય - નવાઈ
  • દમાસ્કસ - સીરિયા દેશનું એક શહેર
  • હાજી - હજ કરી આવનાર વ્યક્તિ

Chapter : 4 - લાખો વણઝારો

  • ભીડ પડવી - તંગી જણાવી
  • ખાતે મંડાવી - ચોપડામા કોઈના નામ પ્રમાણે હિસાબ નવસેરથી ઉધારવો તે
  • પગેરું - પગનું નિશાન 
  • શાન - આબરૂ સાન ગીરો
  • અકબંધ - હતો તેટલો જ
  • ફિટકાર - ધિક્કાર, અનાદરા

Chapter : 5 - ઉખાણા

  • અડીશ - મા અડકીશ નહિ
  • ઝટ - ઝડપથી
  • જળ - પાણી
  • જટા - અવ્યવસ્થિત લાંબા વાળ
  • ત્રિનેત્ર - ત્રણ આંખ
  • બાજઠ - ચાર પાયાવાળું એક જાતનું આસન

Chapter : 6 - રાતાં ફૂલ

  • મરઘલડો - મરઘો
  • ડોલરિયો - એક જાતના ફૂલછોડ
  • ઝૂમખડું - ઝૂમખું
  • મો'લ - મહેલ
  • માંજર - મરઘાના માથા પરની કલગી
  • કાખે - કેડે
  • હિંગોળ - હિંગળો , રાતા રંગનો પદાર્થ
  • ગોખ - ઝરૂખો, ગોખલો
  • ભાભલડી - ભાભી
  • પાવળિયો - પાળિયો
  • સિંધુ - સમુદ્ર

Chapter : 7 - કલાકારની ભૂલ

  • કલાકાર - કલાનું સર્જન કરનાર
  • શિલ્પી - મૂર્તિઓ બનાવનાર
  • આબેહૂબ - હૂબહૂ, તાદેશ
  • દ્વાર - બારણું
  • તફાવત  - ભેદ, જુદાઈ
  • તરકીબ - યુક્તિ
  • યમરાજ - મૃત્યુનો દેવ
  • ખાલી હાથે - કશું લીધા સિવાય
  • દેવતા - દેવ
  • નિષ્ણાત - નિપુણ, હોશિયાર
  • તુચ્છ - નજીવું, માલ વગરનું

ગુજરાતી - ધોરણ 4 - સેમેસ્ટર 2 - બીજું સત્ર

Chapter : 8 - પત્ર લખવાની મજા

  • સંબોધન - બોલાવવામાં વપરાતો શબ્દો આદર માન સાથે
  • પિનકોડ - પોસ્ટલ ઇન્ડેક્સ નંબર, જે છ અંકનો હોય છે.
  • ભાષાકીય ભૂલો - ભાષાને લગતી ભૂલો
  • મોકળાશથી - ખુલ્લા મનથી , સંકોચ રાખ્યા વિના
  • લિ. - લિખિતંગ (પત્ર લખનાર)

Chapter : 9 - હુંતો પૂછું!

  • જડી - (અહીં) સજ્જડ બેસાડી
  • મીંદડી - મીનડી, બિલાડી
  • માંજરી - ભૂરી કીકીવાળી
  • ચકચકતી - ચળકતી
  • કીકી - આંખમાં દેખાતો ગોળ એક નાજુક અવયવ
  • કૂંપળો - નવાં તાજાં ફૂટેલાં પાન
  • ગાવડી - ગાય
  • દશ દિશ - દશ દિશા (પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ આ ચાર દિશા; ઈશાન, અગ્નિ, નૈૐત્ય, વાયવ્ય આ ચાર ખૂણા અને આકાશ, પાતાળ સાથે કુલ દસ દિશા)
  • દેખાન્તિ - જોતી
  • મઢી - (અહીં) લપેટીને કે આવરીને જડી દીધી
  • નવલખ - નવ લાખ કે અગણિત

Chapter : 10 - મૂર્ખના સરદારો

  • બીરબલ - અકબરનો એક દરબારી, જે બુદ્ધિચાતુર્ય તેમજ હાજરજવાબીપણા માટે જાણીતો હતો.
  • નામદાર - (અહીં) રાજા માટેનું માનવાચક સંબોધન
  • ચતુર - ખૂબ હોશિયાર અહીં
  • ઘોડેસવાર - ઘોડા ઉપર સવારી કરનાર
  • ભારો ઘાસ - લાકડા વગેરે ભેગાં કરી બાંધતા થતી મોટી ભારો
  • નામઠામ - નામ અને રહેઠાણ
  • મહેતલ - મુદત , સમયમર્યાદા
  • કસૂર - વાંક, ભૂલ
  • આણવાનો - (બોલાવી) લાવવાનો
  • ગુમાન - અભિમાન
  • અપમાન - સામી વ્યક્તિને દુઃખ થાય તેવું તોછડું બોલવું કે વર્તન કરવું
  • ટકોર સૂચના , મીઠો ઠપકો
  • મૂરખનો સરદાર મહામૂર્ખ, ભારે મૂરખ

Chapter : 11 - ઊંટ અને ફકીર

  • ફકીર - ત્યાગી, વૈરાગી (મુસલમાન)
  • વનવગડામાંથી - જંગલમાંથી
  • ખોડું - ખોડવાળું, લંગડું
  • લાદ્યા છે - ખડક્યા છે ; સામાન મૂક્યો છે.
  • ક્યારના - ઘણા સમયથી લાલચ લોભ
  • કડકાઈથી - સખતાઈથી
  • ઝવેરાત - હીરા, માણેક, મોતી જવાહિર વગેરે
  • રહેમ - દયા
  • અવલોકન - ઝીણવટથી જોવું તે
  • કરડેલાં દાંતથી કાપેલાં
  • કાણું - (અહીં) એક આંખ વગરનું
  • બણબણતી બણબણ એવો અવાજ કરતી
  • ધણી - માલિક
  • નાઠું છે - નાસી ગયું છે
  • વર્ણન કર્યું શું - શું અને કેવું કેવું છે તે વિસ્તારથી કહેવું.

Chapter : 12 - બાળ નરેન્દ્ર

  • નીડર - ડરે નહિ તેવું , બહાદુર
  • પદ્માસન - ડાબો પગ જમણા સાથળ પર અને જમણો પગ ડાબા સાથળ પર ચડાવી ટટ્ટાર બેસવું તે
  • ઓમકાર - ઓમ, પ્રણવ, “ઓમ” એવો ઉચ્ચાર
  • સંગત - સોબત, સાથે જવું તે
  • ઠાકુરજી - સ્વામી રામકૃષ્ણ પરમહંસ, તેઓ સ્વામી વિવેકાનંદના ગુરુ હતા

Chapter : 13 - પંખીઓ ને પાણી પાયું

  • બોડો - ઉઘાડો, (અહીં) પાન વિનાનો
  • ઘેઘૂર - ગાઢ
  • ઓડકાર - (પેટનો વાયુ મોંમાંથી નીકળતાં થતો) ડકાર ; ઓહિયાં
  • ધોધમાર - ધોધની જેમ પડતો પ્રવાહ ઘટા ઝુંડ ; સમૂહ
  • ઘટાદાર - (અહીં) પાંદડાંની ભારે ઘટાવાળું

Chapter : 14 - સૈનિક સૈનિક રમીએ

  • બનીઠનીને - વ્યવસ્થિત તૈયાર થઈને
  • અફસર સા'બ - અમલદારસાહેબ
  • મેલી દાનત - ખરાબ ઇચ્છા
  • દંડો ઉગામીશું - શિક્ષા કરીશું
  • રક્ષા - રક્ષણ 

Chapter : 15 - બે બહાદુર છોકરા

  • દાયકો - દસ વર્ષનો ગાળો
  • ઘટના - બનાવ
  • વોકળો - પાણીનો નાનો વહેળો
  • માંચડો - વાસડા બાધીને તેના ઉપર બેસી કે ઊભાં રહી શકાય તેવી કરેલી ગોઠવણી.
  • મલપતો - ઠાઠથી ધીમે ધીમે ચાલતો
  • વોકળા ભણી - વોકળા તરફ ઝંઝેડવું ખંખેરવું
  • આક્રમણ - હુમલો
  • કટોકટીની પળ - અણીનો સમય (અહીં જીવનમરણના ભયની પળ)
  • હાકો - પ્રાણીને તગડવા ઘણાં માણસો દ્વારા કરવામાં આવતા હાકલા કે ટહુકા
  • ડાલો - ઘણો મોટો સુંડલો
  • ધન્યવાદ - શાબાશી
  • મૂલ્ય - કિંમત

અહીં ધોરણ 4 માં આવતા પાઠ 15 સુધી સમાનર્થી શબ્દો આપ્યા છે બાકી તમને નીચેની PDF ડાઉનલોડ કરી  મેળવી શકો છો.

ગુજરાતી સમાનાર્થી શબ્દો ધોરણ 4 PDF Download

અહીં નીચે બટન પર ક્લિક કરી Samanarthi Shabd Satandard 4 ની ફ્રી pdf  Download કરી શકો છો.

Frequently Asked Question(FAQ) : 

Q. સમાનાર્થી શબ્દો એટલે શું?
Ans. અર્થ અને પ્રયોગ શબ્દો જુદા જુદા હોય પણ અર્થ એક જ હોય તેવા શબ્દોને 'સમાનાર્થી શબ્દો' કહે છે.

Q. અહીં આપેલ સમાનાર્થી શબ્દો માંથી અમુક શબ્દ કઈ રીતે શોધવો?
Ans. તમે તારા મોબાઈલ ની સ્ક્રીન ની જમણી બાજુ મેનુ માંથી 'Find Search' પસંદ કરી સમાનાર્થી શબ્દો શોધી શકશો.

Q. How Samanarthi Shabd search in Gujarati?
Ans. સમાનાર્થી શબ્દો શોધવા બ્લોગ ની ઉપર 'Search box' નો ઉપયોગ કરી શકો છો.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં સમાનાર્થી શબ્દો ધોરણ 4 વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer :

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

New comments are not allowed.
Site is Blocked
Sorry! This site is not available in your country.