વેદો વિશે સંપૂર્ણ માહિતી | વેદ એટલે શું | વેદ ના નામ અને તેના અર્થ [2024]

વેદો વિશે સંપૂર્ણ માહિતી | વેદ એટલે શું | વેદ ના નામ અને તેના અર્થ

આ પોસ્ટ માં તમામ ગુજરાતીમાં  વેદો વિશે માહિતી નું લિસ્ટ આપેલ છે. Vedo વિશે વિસ્તૃત માહિતી આપી છે જેનો તમે અભ્યાસ કરી શકો છો.
વેદ ના નામ, વેદ એટલે શું? વેદ નામ નો અર્થ. વેદ ના રચયિતા, વેદ કેટલા છે?  વેદો કોણે લખ્યા? વેદો કેટલા છે કયા કયા? વેદો ની રચના કોણે કરી?

આ બધા જ પ્રશ્નોનો જવાબ આપણે આ આર્ટિકલ દ્વારા સમજીશું.

વેદ એટલે શું | વેદ ના નામ અને તેના અર્થ | વેદ કેટલા છે?

વેદ ગ્રંથ :
  • વેદનો અર્થ શું છે?
  • વેદનું મહત્વ શું છે?
  • કેટલા અને કયા કયા વેદ છે?
ઉપનિષદ વિશે સંપૂર્ણ જાણકારી - ક્લિક કરો

વેદ એ સનાતન ધર્મનો અને વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ માનવામાં આવે છે ઋષિ દ્વારા સાંભળેલા જ્ઞાન ઉપર આધારિત છે. એટલે તેને શ્રુતિ કહેવામાં આવે છે. વેદ સંસ્કૃત ના વિવિધ 'વિદ્ય" શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. જેનો અર્થ થાય છે કે પ્રાચીન જ્ઞાનનો ભંડાર જેમાં મનુષ્યની બધી જ સમસ્યાઓનો ઉકેલ છે.

આ ગ્રંથ બ્રહ્માજીના મુખેથી ઉત્પન્ન થયેલા છે તેમ કહેવામાં આવે છે. આ ગ્રંથમાં આજ સુધી કોઈએ સવાલ નથી કર્યો તેવો પહેલો ગ્રંથ છે કારણ કે આ ગ્રંથમાં લખેલી કાલ્પનિક અને વૈજ્ઞાનિક વાત સાચી સાબિત થાય છે યુનેસ્કો દ્વારા આ પ્રથમ દસ્તાવેજની સંજ્ઞાના દીધી છે.

વેદ કેટલા છે? અને કયા કયા ?

આપણા વેદ ચાર છે: 
  • ઋગ્વેદ
  • યજુર્વેદ
  • સામવેદ
  • અર્થવેદ
પ્રથમ ત્રણ વેદને અગ્નિ, સૂર્ય અને વાયુ સાથે જોડવામાં આવે છે અને અર્થવેદને અંગિરાથી ઉત્પન્ન થયેલો માનવામાં આવે છે. આપણે આ સારવેદ વિશે ટૂંકમાં સમજીશું.

1. ઋગ્વેદ

આપણા વેદોમાંથી જૂનામાં જૂનો પ્રાચીનતમ વેદ ઋગ્વેદ છે. ઋગ્વેદ એ પહેલો વેદ છે. ધાતુ ઉપર થી "ઋક્" કે "ઋચા" શબ્દ બન્યો છે. ઋકનો અર્થ થાય છે સ્થિતી જ્ઞાન. જે પૂર્ણ પ્રધ્યાત્મક છે આ વેદના કુલ 1028 લોક છે જેમાં લગભગ 11000 જેટલા મંત્ર છે. જે 10 મંડળમાં વિભાજિત કરવામાં આવ્યા છે.. ઋગ્વેદમાં કુલ સૂકતોની સંખ્યા 1028 છે. અને આ સૂક્તમાં મંત્રો ની સંખ્યા 10,552 છે.

ઋગ્વેદની પાંચ શાખાઓ હતી પણ આજે બે પ્રાપ્ત થાય છે સાકલ અને બાસ્કલ. આમાં ભૌગોલિક સ્થિતિ અને દેવતાના અવાહન મંત્ર છે ગાયત્રી મંત્ર નો ઉલ્લેખ પણ આ વેદમાં જ છે. આમાં જળવાયુ હવન તથા માનસ ચિકિત્સાની પણ જાણકારી છે. ઋગ્વેદમાં અગ્નિ, ઇન્દ્ર, વરુણ, ઉષા વગેરે દેવાની સ્તુતિ કરવામાં આવી છે.

2. યજુર્વેદ

યજુર્વેદ હિંદુ ધર્મનો સ્ત્રોતે ધર્મગ્રંથ છે. ઋગ્વેદ પછીનો બીજો વેદ માનવામાં આવે છે. યજુર્વેદ એ બે શબ્દનો બનેલો છે. યત અને જુ નો અર્થ આકાશ અથવા કર્મ થાય છે. આ ગદ્ય અને પદ્ય બને છે. આ વેદમાં યજ્ઞ અને હવન ના નિયમો મળે છે. યજ્ઞ સિવાય તત્વજ્ઞાન અને રહસ્યમય જ્ઞાનનો પણ વર્ણન છે. આ વેદના બે શાખાઓ છે: ક્રિષ્ન અને શૃંખલા. ક્રિષ્ન ની પણ ચાર શાખાઓ છે અને શૃંખલા ની બે શાખાઓ છે.

આ વેદ ની રચના 1400 થી 1000 પૂર્વ નો માનવામાં આવે છે. યજુર્વેદ મા ઋગ્વેદના 663 મંત્ર મળે છે 75 ઋગ્વેદ થી અલગ છે યજ્ઞ બોલાતા મંત્રને યજુસ કહેવામાં આવે છે યજુસ ના નામ ઉપરથી આ વેદ નું નામ પડ્યું છે. યજુર્વેદ નો અર્થ સમપણ થાય છે. આ ગ્રંથ કર્મકાંડ જોડાયેલો છે.

3. સામવેદ

સામનો અર્થ રૂપાંતરણ અને ગાયન છે. આમાં ઋગ્વેદની રુંજાઓનો સંગીતમય રૂપ છે. સામવેદને સંગીત શાસ્ત્રનું મૂળ માનવામાં આવે છે. આ વેદમાં 1875 મંત્ર છે, જેમાં અમુકને મૂકીને બાકી બધા જ મંત્ર ઋગ્વેદના છે. સામવેદમાં ઇશ્વરની વંદના અને આધ્યાત્મિક ઉન્નતિના વિચાર છે. આમાં કેટલીક પ્રાર્થનાઓ છે જે માનસિક અને આધ્યાત્મિક શક્તિ આપે છે.

સામ મા મહત્વપૂર્ણ ત્રણ શાખા છે જેવી કે કૌથુમિયા, જૈમિનીયા, રાણૈયા. આ વેદમાં સૂર્યદેવ ની સ્તુતિ છે અને ઇન્દ્ર દેવ અને સોમદેવના પર્યાપ્ત વર્ણન છે. ભારતીય સંગીત નું મૂળ સામવેદના કહેવામાં આવે છે સંવેદના મંત્રો ગાય પણ શકાય છે. વેદોમાંથી સૌથી નાનો વેદ છે. સામવેદના મંત્રોનો યોગ્ય રીતે પાઠ કરવાથી રોગથી મુક્તિ મળે છે. મહાભારત અને ગીતામાં સામવેદના મહત્વ નું વર્ણન કરેલું છે. ભારતે સંગીતમાં સામવેદ નું મહત્વ પૂર્ણ યોગદાન છે.

4. અર્થવેદ

અર્થવ નો અર્થ અકંપન થાય છે. આ વેદ ની રચના બધા થી પસીથી થયેલી છે. આ વેદને ઘણા સમય પછી વેદનો દરજ્જો મળ્યો કારણ કે યજ્ઞ અને ભગવાનની અવગણમાં ને કારણે પુરોહિત વર્ગ તેને વેદ માનતો ન હતો. અર્થવેદ ની ભાષા બ્રાહ્મણની ભાષાથી મળતી છે. આ વેદ ને 1000 પૂર્વનો માનવામાં આવે છે. અર્થ વેદની રચના 'અર્થવર્ણ' અને 'આગીરસ' ઋષિ દ્વારા કરવામાં આવી હતી એટલે 'અર્થવાગીરસ વેદ' કહેવામાં આવે છે.

અર્થ વેદમાં 20 કાંડ 730 સૂક્ત અને 5,987 મંત્ર છે આમાં મહત્વપૂર્ણ વિષય બ્રહ્મજ્ઞાન ઔષધી પ્રયોગો રોગ નિવારણ જન્મ તંત્ર વગેરે છે. આ વેદમાં વિજ્ઞાન અને ટેકનિકી જ્ઞાન નો સમાવેશ થયો છે. જેમ કે, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આયુર્વેદિક, ભૌતિક, રસાયણશાસ્ત્ર વગેરે. આ વેદના બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ આપેલો છે મોક્ષના ઉપાયો છે એટલે આને 'બ્રહ્મ વેદ' પણ કહેવામાં આવે છે.

વેદ ના રચયિતા | વેદો કોણે લખ્યા?

આપણી ભારતીય સંસ્કૃતિ વૈદિક સંસ્કૃતિ કહેવાય છે. વેદ એ સામાન્યતઃ બહુવચનમાં બોલાય છે ‘વેદ’ એમ નથી બોલાતું પણ ‘વેદો’ બોલાય છે. રામાયણ અને મહાભારતની જેમ વેદોનો કોઈ એક રચયિતા નથી. મહર્ષિ વેદવ્યાસજીએ વેદોનું ચાર ભાગમાં વર્ગીકરણ ચોક્કસ કર્યું છે પણ વેદનો પ્રાદુર્ભાવ અનેક શતાબ્દીમાં જુદા જુદા તપસ્વી અને જ્ઞાની ઋષિઓની સહભાગીતા દ્વારા થયું છે. ‘વિદ્‌’ ધાતુથી ઉત્પન્ન થયેલા ‘વેદ’ શબ્દનો અર્થ ‘જ્ઞાન’ થાય છે. 

આ પ્રકારે વેદ એ અનન્ત જ્ઞાન તેમજ સાહિત્યનો ભંડાર છે. ભારતમાં પ્રાચિન ઋષિ-મુનિઓએ આધ્યાત્મિક ચિંતન અને મનન માટે વેદોને જ પરમ તત્ત્વ આલેખ્યું છે.

વેદો તરફ પાછા વળો એવું સૂત્ર કોણે આપ્યું?

વેદો તરફ પાછા વળો એવું સૂત્ર સ્વામી દયાનંદ સરસ્વતીએ આપ્યું.

આપણે આ વેદોનો સમય મળતા અધ્યયન કરવું જોઈએ તથા આ ગ્રંથોને દુનિયા સુધી પહોંચાડવા એ આપણું આગવું કર્તવ્ય બને છે કારણ કે આ વેદો આપણી સનાતન ધર્મ અને તેની સંસ્કૃતિને દર્શાવે છે.


વેદો વિશે સંપૂર્ણ માહિતી વિડીયો :

અહીં નીચે બટન પર ક્લિક કરી ગુજરાતી વેદો વિશે સંપૂર્ણ માહિતી નો વિડીઓ જોઈ શકો છો.

ગુજરાતીમાં વેદો વિશે સંપૂર્ણ માહિતી PDF Download :

અહીં નીચે બટન પર ક્લિક કરી વેદો વિશે સંપૂર્ણ માહિતી (Gujarati Vedas) ની ફ્રી pdf  Download કરી શકો છો.

Frequently Asked Question [FAQ] : 

Q.   વેદ એટલે શું ?
Ans.  વેદ હિંદુ ધર્મના મુખ્ય ચાર આધારસ્તંભ અને આદિ ગ્રંથ છે. ‘વેદ’ શબ્દની ઉત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ ‘વિદ્’ પરથી થયેલી છે જેનો અર્થ ‘જાણવું’ અર્થાત જ્ઞાન સંબંધિત છે. વેદ એક પેઢીથી બીજી પેઢી સુધી મૌખિકરૂપે બોલીને તથા સાંભળીને હસ્તાંતરિત થયેલા હોવાથી તેને ‘શ્રુતિ’ પણ કહે છે.

Q.  વેદો કોણે લખ્યા?  વેદ ના રચયિતા કોણ?
Ans. રામાયણ અને મહાભારતની જેમ વેદોનો કોઈ એક રચયિતા નથી.

Q. વેદો કેટલા છે અને કયા કયા?
Ans. આપણા વેદ ચાર છે:  ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અર્થવેદ.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં વેદો વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer :

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

Getting Info...

Post a Comment

New comments are not allowed.
Site is Blocked
Sorry! This site is not available in your country.